- MDR ટી.બી. સારવાર માટે સમયાંતરે જારી કરવામાં આવતા સુધારાથી હોસ્પિ.ને વાકેફ કરી તબીબોને અપાતી તાલીમ - હઠીલા ટી.બી.ના લક્ષણ,સારવાર અને સાવધાની અંગે તબીબોએ આપી માહિતી ટીબી.ને નાથવા અનેક દવાઓ ઉપલબ્ધ છે,પરંતુ આ દવાઓ જ્યારે ક્ષય રોગના જંતુઓ ઉપર પ્રભાવહીન બની જાય ત્યારે ટી.બી.માત્ર ટી.બી. જ નહીં પણ "હઠીલો" ટી.બી.નો રોગ બની જાય છે.મેડિકલ ભાષામાં... Continue Reading →
જી.કે.જન.અદાણી હોસ્પિ.માં ગાયનેક ટીમે ગાંધીધામની મહિલાના કેસને જટિલ બનતો અટકાવી દીધો
- મહિલાના અંડાશય, ફેલો.ટ્યુબ અને પેટમાં પ્રસરેલું પરું વધુ બરબાદી નોતરે એ પહેલાં જ લેપ્રો.ઓપરેશનથી દુર કરાયું જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં મહિલાના જમણી બાજુના અંડાશય અને ફેલોપિયન નળીમાં ભરાયેલું પરું પેટમાં પ્રસરી જતાં સ્ત્રીરોગ નિષ્ણાતની ટીમ દ્વારા તાબડતોડ લેપ્રોસ્કોપિક સર્જરી કરી ૪૦૦ એમ.એલ. પરું અને ગંદુ પાણી કાઢી લેતાં ગાંધીધામની ૩૫ વર્ષીય મહિલાના શરીરમાં રહેલું ચેપ... Continue Reading →
અદાણી મેડિકલ કોલેજની વર્ષ ૨૦૧૭ બેચના નિર્ધારિત અભ્યાસક્રમ પૂર્ણ કરી લેતાં ૧૪૯ વિદ્યાર્થીઓ માટે દિક્ષાંત સમારંભ યોજાયો
- ઉમદા ડોકટર જરૂર બનજો પણ સારા માનવી પણ બનજો - દિક્ષાંત સમારંભમાં કચ્છ યુનિ.ના ઉપ કુલપતિનું ઉદબોધન અદાણી મેડિકલ કોલેજની વર્ષ ૨૦૧૭ બેચના તબીબી વિદ્યાર્થીઓએ તેમનો નિર્ધારિત અભ્યાસક્રમ પૂર્ણ કરી લેતાં ૧૪૯ વિદ્યાર્થીઓ માટે દિક્ષાંત સમારંભ યોજાયો હતો. ભારતની પ્રાચીન ચિકિત્સા પધ્ધતિના પ્રણેતા મહર્ષિ ચરક ના નામે નવોદિત મેડિકલ ગ્રેજ્યુએટસને કર્તવ્યના શપથ લેવડાવાયા હતા.... Continue Reading →
જી.કે.જન. અદાણી હોસ્પિ.દ્વારા સરહદી વિસ્તારમાં યોજાતા મેડી.કેમ્પમાં માતાઓને આ પાયાની બાબત ઉપર અપાતું માર્ગદર્શન
- સગર્ભા અવસ્થા દરમ્યાન માતાઓએ ડાયાબિટીસ અને બી.પી.ની નિયમિત ચકાસણી કરાવતા રહેવું ગર્ભવતી માતાઓએ તેમની સગર્ભા અવસ્થા દરમિયાન ડાયાબિટીસ અને બી.પી.ની નિયમિત ચકાસણી કરાવી લેવી અને જો આ સમસ્યા હોય તો તેને સામાન્ય ગણવાને બદલે નિયમિત સારવાર લેવાની સલાહ સ્ત્રીરોગ નિષ્ણાત તબીબોએ લખપત તાલુકાના દયાપર મુકામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં યોજાતા પ્રત્યેક કેમ્પમાં માતાઓને આ સલાહ... Continue Reading →
આજથી પ્રારંભ થતી પરીક્ષાના સંદર્ભમાં વિદ્યાર્થી,વાલીઓ અને શિક્ષકોને જી.કે.જન.અદાણી હોસ્પિ.ના મનોચિકિત્સકોનું માર્ગદર્શન
કોઈપણ પરીક્ષા જિંદગીની આખરી કસોટી નથી કરછમાં ધોરણ દસ અને બારની સાથે વિવિધ પરીક્ષાઓનો આજથી તબક્કાવાર પ્રારંભ થઈ રહ્યો છે.ત્યારે જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના તબીબોએ વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે,પરીક્ષાર્થીઓ એવું ના માને કે જીવનની આ આખરી કસોટી છે,જ્યારે વાલીઓ પણ બાળકની અભિરુચિ અને ક્ષમતા જાણ્યા વિના વધુ પડતી અપેક્ષા ન... Continue Reading →
જી.કે.જન. અદાણી હોસ્પિટલમાં વિપરીત સંજોગોમાં સેવા બજાવતાં મહિલા આરોગ્ય કર્મીઓનું મહિલા દિન નિમિતે સન્માન
- નર્સિંગ સ્ટાફનો નમ્ર વ્યવહાર દર્દીને જલ્દી ઠીક કરે છે જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં આરોગ્યની વિપરીત પરિસ્થિતિ હોય તેવા સંજોગોમાં રાત દિવસ જોયા વગર નાની પાયરીથી લઈને તમામ આરોગ્ય મહિલા કર્મીઓ અને અધિકારીઓએ આપેલી સેવાને વિશ્વ મહિલા દિન નિમિતે બિરદાવતા વક્તાઓએ કહ્યું હતું કે, હોસ્પિટલમાં આવતાં દર્દીઓની આરોગ્ય સુખાકારી જ તેમનું લક્ષ્ય છે. અદાણી મેડિકલ કોલેજના... Continue Reading →
જી.કે.જનરલ અદાણી હોસ્પિ.માં મહિલા દિવસ નિમિત્તે વૃક્ષારોપણ નું આયોજન
જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના પરિસરમાં વિશ્વ મહિલા દિન નિમિતે તમામ મહિલા કર્મચારીઓએ સાથે મળીને ઠેર ઠેર વૃક્ષારોપણ કર્યું હતું.હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈ અને ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણીના વડપણ હેઠળ થયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં નર્સિંગ વિભાગ, સિક્યુરિટી, ડોક્ટર્સ અને એડમીન વિભાગની બહેનોએ જોડાઈને આ આયોજન કર્યું હતું.
જી.કે.જન.અદાણી હોસ્પિ.ના તબીબોએ સ્થૂળતા નિવારવા વિભિન્ન પાસાંઓ જણાવ્યા
- સ્થૂળતા જીવનશૈલી અને દિનચર્યામાં ફેરફાર કરવાથી ઘટાડી શકાય વધુ પડતો ખોરાક લેવાય અને તે મુજબ શ્રમ ન થાય તો શરીરમાં ચરબી જમાં થાય જે છેવટે શારીરિક વિકારમાં પરિણમે છે અને આગળ જતાં બીમારીનું જોખમ વધી જાય છે.પુરુષની માફક મહિલાઓ અને હવે તો બાળકો પણ આ રોગના શિકાર થઈ રહ્યા છે. જી.કે.જન.અદાણી હોસ્પિટલના મેડિસન વિભાગના... Continue Reading →
જી.કે.જનરલ.અદાણી હોસ્પિટલના ફિઝીઓથેરાપી વિભાગને મળી સફળતા
કિશોરના મોઢાનો એક બાજુનો લકવો ફિઝીઓથેરાપી ચિકિત્સાથી ઠીક થયો જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ચહેરાના એક તરફી લકવાની(બેલ્સપાલ્સી) વિકિરણ અને ઇલેક્ટ્રિક તથા મોઢાની ફિઝીઓથેરાપી આપીને ૧૫ દિવસમાં ચહેરો મૂળ સ્થિતિમાં લાવી દેવામાં ફિઝીઓ વિભાગને સફળતા મળી હતી. જી.કે. જનરલના ફિઝીઓ થેરાપિસ્ટના જણાવ્યા મુજબ ભુજના કિશોરને ચહેરાનો લકવો થઈ જતાં તેણે હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગનો સંપર્ક કર્યો હતો.... Continue Reading →
અદાણી મેડિકલ કોલેજમાં જી.કે.ના તબીબો અને નર્સિંગ કર્મીઓને અમદાવાદની નિષ્ણાંત ટીમે આપી તાલીમ
- તાકિદના સમયમાં લાઇફ સપોર્ટની સ્કિલથી જીવનરક્ષાનો દર વધારી શકાય ક્યારેક કોઈને હૃદયરોગનો હુમલો આવ્યો હોય તેમજ બાળકો માટે એકાએક જીવન-મરણનો પ્રશ્ન ઊભો થાય ત્યારે તેમને જીવન આધાર અર્થાત્ લાઇફ સપોર્ટ તાત્કાલિક મળી રહે એ હેતુસર અદ્યતન તબીબી પ્રક્રિયા, ટેકનિક અને દવાનો ઉપયોગ સમયસર કરીને દર્દીને બચાવી લેવાની અમદાવાદના નિષ્ણાત તબીબ દવારા જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના ... Continue Reading →