અદાણી પોર્ટસ મુન્દ્રા દ્વારા LNG ઇંધણથી ચાલતું ક્રૂડ ઓઇલ ટેન્કર લાંગરવામાં આવ્યું

અદાણી પોર્ટસ મુન્દ્રા દ્વારા સૌપ્રથમ વાર LNG ઇંધણ થી ચાલતું Aframax ક્રૂડ ઓઇલ ટેન્કર જહાજ પોર્ટની SPM (સિંગલ પોઇન્ટ મૂરિંગ) ફેસિલિટી ખાતે લાંગરવામાં આવ્યું. આ જહાજ 14 મીટર ડ્રાફ્ટ સાથેનું કુલ 1,26,810 મેટ્રિક ટન ડિસ્પ્લેસમેન્ટ ધરાવે છે. પરંપરાગત જૈવિક ઇંધણથી ચાલતા જહાજ કરતા LNG  ઇંધણનો વપરાશ કરતા આ પ્રકારના જહાજ વાયુ પ્રદુષણ નહિવત કરે છે... Continue Reading →

ફક્ત ૩૨૯ દિવસમાં ૩૦૦ મિલી.મેટ્રીક ટનકાર્ગોનું વોલ્યુમ વટાવતું અદાણી પોર્ટ્સ

- ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટીએ ગયા વર્ષના૩૫૪ દિવસના પોતાના જ સીમા ચિહ્નને પાછળ છોડ્યું ભારતની સૌથી મોટી સંકલિત ટ્રાન્સપોર્ટ યુટીલીટી અને વૈવિધ્યસભર ઔદ્યોગિક પ્રકલ્પ અદાણી સમૂહનો એક ભાગ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ  ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ માત્ર ૩૨૯ દિવસમાં ૩૦૦ મિલીયન મેટ્રિક ટન કાર્ગોના પરિવહનનો આંક વટાવીને એક નવું સીમાચિહ્ન... Continue Reading →

દેશમાં અત્યાર સુધીનાં સૌથી ઊંડાં જહાજ MSC વોશિંગ્ટનને મુંદ્રા સ્થિત અદાણી બંદરે લાંગરવામાં આવ્યું

- અદાણી પોર્ટસ, મુંદ્રાએ ભારતના શીપીંગ બિઝનેસને ગૌરવ અપાવ્યું ભારતીય પોર્ટ્સની દુનિયામાં 12મી ફેબ્રુઆરી 2023ના રોજ ગૌરવપ્રદ ઘટના બની છે. મુંદ્રા સ્થિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) પર અત્યાર સુધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ લાંગરવામાં આવ્યું છે. અદાણી પોર્ટે MSC વોશિંગ્ટનને બર્થ કરીને ભારતના શીપીંગ બિઝનેસની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ કરી છે. એટલું જ નહી,... Continue Reading →

અદાણી ફાઉ. દ્વારા  મુંદ્રામાં પશુધનની સુરક્ષા માટે પશુ આરોગ્ય કેમ્પનું આયોજન  

- 20,000 પશુઓને તંદુરસ્ત અને નિરોગી રાખવા અનોખી પહેલ અદાણી ફાઉન્ડેશન અને કચ્છ કોપર લિમિટેડના સહયોગથી મુંદ્રામાં પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના દ્વારા પશુઓને રસીકરણ તથા ઉપયોગી સારંવાર કરવામા આવી રહી છે. મુંદ્રા તાલુકાના 2૦,૦૦૦ જેટલા પશુઓને તંદુરસ્ત અને નિરોગી રાખવાના આ પહેલ કરવામાં આવી છે. પશુપાલકોની સુવિધા... Continue Reading →

જી.કે. જન. અદાણી હોસ્પિ. માં વીતેલા માસમાં બ્લડ બેંક અને ૯ કેમ્પ દ્વારા ૭૫૦ બોટલ રક્ત ભેગુ કરાયું

- એકત્રિત લોહી પ્રસૂતા માટે સંજીવની સમાન અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં વીતેલા જાન્યુ.માસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલી  લોહીની બોટલ ખાસ કરીને પ્રસુતા માતાઓ માટે સંજીવની પુરવાર થઈ હતી. ઉપરાંત શસ્ત્રક્રિયા,ઇમરજન્સી અને થેલેસેમીયાના દર્દીઓ માટે પણ બોટલ ઉપયોગી  બની હતી. હોસ્પિટલની બ્લડબેંકના  હેડ ડૉ.જીજ્ઞાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે,હોસ્પિટલમાં જુદા જુદા દર્દીઓ માટે જરૂર પડતા લોહીનો જથ્થો... Continue Reading →

રક્તપિત દિવસ નિમિતે જી.કે.જન.અદાણી હોસ્પિટલના સ્કિન વિભાગના તબીબોએ આપી માહિતી

રક્તપિત્ત પૂર્વ જન્મના પાપ કે શાપ નથી.વારસાગત પણ નથી.કોઈને પણ થઈ શકે.જો સમયસર નિદાન અને નિયમિત સારવાર લેવાય તો ચોક્કસ લેપ્રસી કે રક્તપિત મટી શકે છે, તેવા ઉદ્દેશ સાથે જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન ૫૦દર્દીઓને નિયમિત સારવાર આપવામાં આવી હતી, એમ હોસ્પિટલના સ્કિન વિભાગના તબીબોએ વર્લ્ડ લેપ્રસી ડે(૩૦જાન્યુ.)નિમિતે જણાવ્યું હતું. જી.કે.જન.હોસ્પિ.ના.સ્કિન વિભાગના આસિ.પ્રો.ડૉ. જુઈ... Continue Reading →

અદાણી ફાઉ. અને CHC સંયુક્ત ઉપક્રમે મુંદ્રામાં રક્ત સંગ્રહ કેન્દ્રનો થયો પ્રારંભ

- આ બ્લડ સ્ટોરેજ સેન્ટર સંકટ સમયની સાંકળ બનશે - મુંદ્રાની આસપાસના 30 ગામોને ‘રક્ત સંજીવની’ની ભેટ અદાણી ફાઉન્ડેશન અને CHC સંયુક્ત ઉપક્રમે મુંદ્રામાં રક્ત સંગ્રહ કેન્દ્રનો પ્રારંભ થયો છે. મુંદ્રા સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ સ્ટોરેજ સેન્ટરનું જીલ્લા આરોગ્ય અધિકારીના આર.આર. ફુલમાની વરદહસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. બહુપ્રતિક્ષિત રક્ત સંગ્રહ કેન્દ્રનો પ્રારંભ થતા... Continue Reading →

અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત થતી પ્રવૃત્તિઓ સતત ગામ લોકોને શાળાકીય પ્રવૃત્તિઓ તરફ આકર્ષે છે

સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. દેશના યુવાનોને સ્વામી વિવેકાનંદની ફિલસૂફી અને આદર્શો તરફ પ્રેરિત કરવા દર વર્ષે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા 1984માં પ્રથમ વખત રાષ્ટ્રીય યુવા દિવસની જાહેરાત કરવામાં આવી હતી. વાસ્તવમાં સ્વામી વિવેકાનંદને ‘ભારતના રાષ્ટ્રીય સંત’ કહેવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ ભારતીય... Continue Reading →

અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વર ખાતે વાર્ષિક રમતોત્સવ તથા રાષ્ટ્રીય યુવાદિન ની ઉજવણી કરવામાં આવી

અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વર માં ઉજવાયેલા રમતોત્સવમાં વંચિત સમુદાયના તમામ બાળકોના તરવરાટ અને જુસ્સો અને ખુશીના માહોલમાં એક અનેરો અવસર બની રહ્યો. કાર્યક્રમની શરૂઆતમાં આચાર્યશ્રીના શાબ્દિક સ્વાગત પછી અદાણી પોર્ટ ના સિક્યુરિટી વિભાગના હેડ નિર્મલ ધાલીવાલ ના હસ્તે મશાલ પ્રજ્વલિત કરી રમતોત્સવ ને ખુલ્લો મુક્યો. રમતોત્સવની શરૂઆત માં નાના બાળકો દ્વારા સ્વાગત નૃત્ય, ડમ્બેલ્સ અને... Continue Reading →

અદાણી પેટ્રોકેમિકલ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે લોકોપયોગી કાર્યોનો પ્રારંભ

2000 વૃક્ષો માટે વૃક્ષારોપણ શરૂ કરવામાં આવ્યું - જળસંરક્ષણ, વૃક્ષારોપણ, બાયોગેસ અને અગ્નિહોત્રી હવનમાં સત્કર્મોની આહૂતિ   મુંદ્રા સ્થિત અદાણી પેટ્રોકેમિકલ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિવિધ પર્યાવરણલક્ષી કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો. ગામડાની પ્રવૃત્તિઓની ગ્લોબલ ઈફેક્ટ માટે અદાણી પેટ્રોકેમિકલના સહયોગથી લોકોપયોગી કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વરસાદી પાણીનો સંગ્રહ, તળાવની સંગ્રહ ક્ષમતામાં વૃદ્ધિ, વૃક્ષારોપણ, બિનુપયોગી... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑