ફર્ટિલાઇઝર હેન્ડલિંગમાં અદાણી મુન્દ્રા પોર્ટે તાજેતરમાં નવું સીમાચિહ્ન સ્થાપ્યું છે, ચાલુ નાણાકીય વર્ષમાં અભૂતપૂર્વ 5 મિલીયન મેટ્રીક ટન ખાતરનું સફળતાપૂર્વક હેન્ડલિંગ કરીને અદાણી મુંદ્રા પોર્ટે નાણાકીય વર્ષ ૨૦-૨૧ના નોંધાવેલ પોતાના જ 4.45 મિલીયન મેટ્રીક ટનના વિક્રમને વટાવ્યો છે. અદાણી પોર્ટની આ સિદ્ધિ સમગ્ર ટીમ અને આ સાથે સંકળાયેલા અન્ય તમામ હિતધારકોની પ્રતિબદ્ધતા અને સમર્પણભાવનો પુરાવો... Continue Reading →
અદાણી પોર્ટસ મુન્દ્રા દ્વારા LNG ઇંધણથી ચાલતું ક્રૂડ ઓઇલ ટેન્કર લાંગરવામાં આવ્યું
અદાણી પોર્ટસ મુન્દ્રા દ્વારા સૌપ્રથમ વાર LNG ઇંધણ થી ચાલતું Aframax ક્રૂડ ઓઇલ ટેન્કર જહાજ પોર્ટની SPM (સિંગલ પોઇન્ટ મૂરિંગ) ફેસિલિટી ખાતે લાંગરવામાં આવ્યું. આ જહાજ 14 મીટર ડ્રાફ્ટ સાથેનું કુલ 1,26,810 મેટ્રિક ટન ડિસ્પ્લેસમેન્ટ ધરાવે છે. પરંપરાગત જૈવિક ઇંધણથી ચાલતા જહાજ કરતા LNG ઇંધણનો વપરાશ કરતા આ પ્રકારના જહાજ વાયુ પ્રદુષણ નહિવત કરે છે... Continue Reading →
હિન્ડનબર્ગ રીપોર્ટ-અદાણીને છૂપા આશિર્વાદ
અર્થકારણના ઉંડા અભ્યાસુ અને ભારતના પ્રસિધ્ધ કટાર લેખક શ્રી સ્વામિનાથન એસ.અંકલેશ્વરીયા ઐયરનો અદાણી ગૃપ સંબંધી શોર્ટ સેલર હિન્ડનબર્ગના રીપોર્ટ કેન્દ્રીત એક લેખ તા.23મીના ગુરુવારના 'ઇકોનોમિકસ ટાઇમ્સ' દૈનિકમાં પ્રસિધ્ધ થયો છે. આ રિપોર્ટની આડમાં ગુજરાતમાં 'કોર્પોરેટ ખેલ' પણ ખેલાઇ રહ્યો છે. આવા ખેલ અને તેની પાછળના ખેલૈયાઓથી શાણા ગુજરાતીઓ સારી રીતે વાકેફ છે એટલે શ્રી અંકલેશ્વરીઆ... Continue Reading →
SVPIએરપોર્ટનું ડોમેસ્ટિક ટર્મિનલ સિક્યુરિટી હોલ્ડ એરિયા બમણી ક્ષમતા સાથે કાર્યરત
- મુસાફરોની સલામતી ઉત્કૃષ્ટ અનુભવને પ્રાધાન્ય - નવો સિક્યોરિટી એરિયા 1400 SQM હાલના વિસ્તાર કરતાં બમણો છે. - 50% લાંબી કતાર ક્ષમતા ધરાવતો વિસ્તાર બેઠક ક્ષમતા 160 થી વધીને 648 થઈ. 19 ફેબ્રુઆરી 2023 ના રોજ SVPI એરપોર્ટ 37960 મુસાફરોના આવાગમન સાથે ઓલટાઈમ હાઈ સપાટીએ અમદાવાદનાસરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત કરવાનું... Continue Reading →
જી.કે.જનરલ.અદાણી હોસ્પિટલના ફિઝીઓથેરાપી વિભાગને મળી સફળતા
કિશોરના મોઢાનો એક બાજુનો લકવો ફિઝીઓથેરાપી ચિકિત્સાથી ઠીક થયો જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ચહેરાના એક તરફી લકવાની(બેલ્સપાલ્સી) વિકિરણ અને ઇલેક્ટ્રિક તથા મોઢાની ફિઝીઓથેરાપી આપીને ૧૫ દિવસમાં ચહેરો મૂળ સ્થિતિમાં લાવી દેવામાં ફિઝીઓ વિભાગને સફળતા મળી હતી. જી.કે. જનરલના ફિઝીઓ થેરાપિસ્ટના જણાવ્યા મુજબ ભુજના કિશોરને ચહેરાનો લકવો થઈ જતાં તેણે હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગનો સંપર્ક કર્યો હતો.... Continue Reading →
આદિજાતિ વિકાસ માટે અદાણી ફાઉન્ડેશનની કામગીરી ઉડીને આંખે વળગી
- કોટવાલિયા સમુદાયના લોકોએ ભરૂચમાં પ્રદર્શન કમ તાલીમ અને વેચાણથી મબલખ કમાણી કરી અદાણી ફાઉન્ડેશન દ્વારા આદિજાતી વિકાસ માટે પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે. ભરૂચના પિંગોટ કોટવાલિયા જાતિના કારીગરોને તેમના પરંપરાગત વ્યવસાયને યોગ્ય પ્લેટફોર્મ પૂરુ પાડી આગળ ધપાવવામાં ખૂબ જ મદદ કરી છે. આ સ્વદેશી અને સ્થાનિક સમુદાય હવે ઉદ્યોગસાહસિક બનવા માટે તૈયાર થઈ રહ્યો... Continue Reading →
વિવિધતામાં એકતાના સૂત્રને સાર્થક કરતું અદાણી વિદ્યામંદિર
AVMના કેમ્પસમાં ભારતભરના રાજ્યો મેદાનમાં ઉતાર્યા! અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિરમાં ભારતવર્ષના વિવિધતામાં એકતાના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું. તાજેતરમાં AVM ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ કળાકૃતિઓ દ્વારા લઘુ ભારતને મેદાનમાં ઉતાર્યું. આ પ્રસંગે ધારાસભ્ય અમિત ઠાકર અને અદાણી એગ્રો, ઓઈલ અને ગેસના ડિરેક્ટર પ્રણવ અદાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. AVMA કેમ્પસમાં નૈતિકતાનું પ્રતિનિધિત્વ કરતી... Continue Reading →
દેશમાં અત્યાર સુધીનાં સૌથી ઊંડાં જહાજ MSC વોશિંગ્ટનને મુંદ્રા સ્થિત અદાણી બંદરે લાંગરવામાં આવ્યું
- અદાણી પોર્ટસ, મુંદ્રાએ ભારતના શીપીંગ બિઝનેસને ગૌરવ અપાવ્યું ભારતીય પોર્ટ્સની દુનિયામાં 12મી ફેબ્રુઆરી 2023ના રોજ ગૌરવપ્રદ ઘટના બની છે. મુંદ્રા સ્થિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) પર અત્યાર સુધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ લાંગરવામાં આવ્યું છે. અદાણી પોર્ટે MSC વોશિંગ્ટનને બર્થ કરીને ભારતના શીપીંગ બિઝનેસની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ કરી છે. એટલું જ નહી,... Continue Reading →
અદાણી ફાઉ. દ્વારા મુંદ્રામાં પશુધનની સુરક્ષા માટે પશુ આરોગ્ય કેમ્પનું આયોજન
- 20,000 પશુઓને તંદુરસ્ત અને નિરોગી રાખવા અનોખી પહેલ અદાણી ફાઉન્ડેશન અને કચ્છ કોપર લિમિટેડના સહયોગથી મુંદ્રામાં પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના દ્વારા પશુઓને રસીકરણ તથા ઉપયોગી સારંવાર કરવામા આવી રહી છે. મુંદ્રા તાલુકાના 2૦,૦૦૦ જેટલા પશુઓને તંદુરસ્ત અને નિરોગી રાખવાના આ પહેલ કરવામાં આવી છે. પશુપાલકોની સુવિધા... Continue Reading →
વડાપ્રધાન સાથેનો ‘પરિક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અદાણી પબ્લીક સ્કૂલમાં યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદ્યાર્થીઓ સાથેના સંવાદનો કાર્યક્રમ મુંદ્રા સ્થિત અદાણી પબ્લિક સ્કૂલ ખાતે યોજાયો - બાળકોને મોદી સર પાસેથી મળ્યો સફળતાનો ગુરૂમંત્ર અને પરીક્ષાની ટિપ્સ ‘પરિક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં દેશભરની શાળાઓના પરિક્ષાર્થીઓએ ભાગ લઈ વડાપ્રધાન સાથે ઓનલાઇન વિડીયો કોન્ફરસીંગથી સંવાદ કર્યો. જેમાં મુંદ્રા તાલુકામાં અદાણી પબ્લીક સ્કૂલની પસંદગી કરાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય... Continue Reading →