કચ્છમાં આવેલા અદાણી વિન્ડ એનર્જી કચ્છ ફાઇવ લિ.એ 130 મેગાવોટની ક્ષમતાનો વિન્ડ પાવર પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો

-આ પ્લાન્ટ માટે SECI સાથે કિલોવોટ હોર્સપાવર દીઠ રુ. 2.83 પૈસાના દરે પચ્ચીસ વર્ષ માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ થયા છે.

– આ સાથે અદાણી ગ્રીન એનર્જીની કુલ ઓપરેશ્નલ રિન્યુએબલ ક્ષમતા 8216 મેગાવોટ થઈ

અદાણી ગ્રીન એનર્જી લિ.ની અગાઉ અદાણી ગ્રીન એનર્જી ફાઇવ લિ.ના નામે ઓળખાતી અને હવે અદાણી વિન્ડ એનર્જી કચ્છ  ફાઇવ લિ.એ ગુજરાતના કચ્છ જિલ્લામાં 130 મેગાવોટનો વિન્ડ પાવર પ્લાન્ટનો કાર્યારંભ કર્યો છે. આ પ્લાન્ટ માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડીઆ સાથે કીલોવોટ હોર્સ પાવર દીઠ રુ.2.83  પૈસાના દરથી પચ્ચીસ વર્ષ માટે વીજ ખરીદ કરાર કરેલા છે.

 આ પ્લાન્ટના સફળતાપૂર્વક કાર્યારંભ સાથે અદાણી ગ્રીન એનર્જી લિ.વિન્ડ પાવર ઉત્પન્ન કરવાની ક્ષમતા વધીને 1101 મેગાવોટ અને કુલ ઓપરેશ્નલ રિન્યુએબલ ઉત્પાદન ક્ષમતા વધીને 8,216 થઇ છે.2030 સુધીમાં 45 ગીગાવોટનો રિન્યુએબલના કુલ પોર્ટફોલિઓ હાંસલ કરવાના અદાણી ગ્રીન એનર્જી લિ.એ સેવેલા સ્વપ્નને હાંસલ કરવાના માર્ગે સંગીન રીતે આગળ વધી રહી છે.

          આ નવા કાર્યાન્વિત કરવામાં આવેલા પ્લાન્ટનું સંચાલન અદાણી ગૃપના ઇન્ટેલિજન્ટ ‘ એનર્જી નેટવર્ક ઓપરેશન સેન્ટર (ENOC) પ્લેટફોર્મ દ્ભારા કરવામાં આવશે. જેણે ભારતના વિવિધ સ્થળોએ પથરાયેલા સમગ્ર રિન્યુએબલ પોર્ટફોલિઓના કામકાજના પ્રદર્શનને ઉત્તમ બનાવવામાં  સતત સહાયરુપ બનતું રહ્યું છે.

     એક પછી એક પ્રોજેક્ટના સફળ અમલીકણ મારફત અદાણી ગ્રીન એનર્જી લિ.એ લાંબાગાળાના આર્થિક વિકાસ સાથે રોજગાર નિર્માણના ધ્પેયને સાંકળી લેવાના હેતુને ચરીતાર્થ કરવાનું ચાલું રાખવા સાથે ભારતે પેરીસ ખાતે યોજાયેલી યુનાઇટેડ નેશન્સ ક્લાયમેટ  ચેન્જ કોન્ફરન્સમાં ડિકાર્બનાઇઝેશનની વ્યક્ત કરેલી પ્રતિબધ્ધતામાં ક્લાઇમેટ નેતૃત્વની દીશામાં એક કદમ ભર્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: