ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવી IPL-2023ની ફાઈનલમાં મેચમાં ટિકિટ પાક્કી કરી લીધી છે. ગુજરાતની ટીમ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફાઈનલ મેચ રમશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL-2023ની બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાતના 20 ઓવરમાં 3 વિકેટે 233 રનના જવાબમાં મુંબઈની ટીમે 18.2 ઓવરમાં 171 રને ઓલઆઉટ થતાં ગુજરાતનો 62 રને વિજય થયો છે. આજની મેચમાં ફરી શુભમન ગીલની આક્રમક બેટીંગ જોવા મળી હતી. ગીલે માત્ર 60 બોલમાં 7 ચોગ્ગા અને 10 છગ્ગા સાથે 129 રન ફટકારતા ગુજરાતની ટીમ મજબુત સ્થિતિમાં આવી ગયું છે. તો બીજી તરફ મુંબઈ તરફથી એક માત્ર સૂર્યકુમાર યાદવે ફિફ્ટી ફટકારી સન્માનજનક પ્રદર્શન કર્યું હતું. તો મુંબઈના બાકીના ખેલાડીઓ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ ગયા હતા. આ અગાઉ મુંબઈની ટીમે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન આજે શહેરમાં વરસાદ પડ્યો હોવાના કારણે મેચ પણ મોડી શરૂ થઈ હતી.
• મુંબઈનો સ્કોર : રોહિત શર્મા 8 રન, નેહલ વાઢેરા 4 રન, કેમેરોન ગ્રીન 30 રન, સૂર્યકુમાર યાદવ 61 રન, તિલક વર્મા 43 રન, વિષ્ણુ વિનોદ 5 રન, ટિમ ડેવિડ 2 રન, ક્રિસ જોર્ડન 2 રન, પિયુષ ચાવલા 0 રન, કુમાર કાર્તિકેય 6 રન, જેસન બેહરનડોર્ફ 3 રન
• ગુજરાતની બોલીંગ : મોહિત શર્માએ 5 વિકેટ ઝડપી, જ્યારે મોહમ્મદ શામી અને રાશિદ ખાને 2-2 વિકેટ તેમજ જોશ લીટલે 1 વિકેટ ઝડપી
• ગુજરાતનો સ્કોર : રિદ્ધીમાન સાહાએ 16 બોલમાં 18 રન, શુભમન ગીલે માત્ર 60 બોલમાં 7 ચોગ્ગા અને 10 છગ્ગા સાથે 129 રન, સાઈ સુદર્શને 31 બોલમાં 5 ફોર અને 1 સિક્સ સાથે 43 રન, કેપ્ટન હાર્દિક પંડ્યાએ 13 બોલમાં 2 ફોર અને 2 સિક્સ સાથે અણનમ 28 રન જ્યારે રાશિદ ખાને 2 બોલમાં 1 ફોર સાથે 5 રન નોંધાવ્યા છે.
• મુંબઈની બોલીંગ : મુંબઈ તરફથી માત્ર પિયુષ ચાવલા અને આકાશ મેધવારે 1-1 વિકેટ ઝડપી છે. બાકીના તમામ બોલરોનું નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતું.
• ગુજરાતને મુંબઈને જીતવા આપ્યો 234 રનનો ટાર્ગેટ
• ગુજરાતનો સ્કોર 20 ઓવરમાં 233/3 રન
Leave a Reply