અદાણી સોલારને PVEL’ના (PV ઇવોલ્યુશન લેબ્સ એલએલસી, કિવા ગ્રુપ) પ્રોડક્ટ ક્વોલિફિકેશન પ્રોગ્રામ (PQP) હેઠળ ટોપ પર્ફોર્મર તરીકે નવાજવામાં આવ્યું છે. PV મોડ્યુલના પ્રતિષ્ઠિત 9મા વાર્ષિક સ્કોરકાર્ડના આધારે આ સન્માન પ્રાપ્ત કરનાર અદાણી સોલર સતત છઠ્ઠા વર્ષે (2018 થી 2023 સુધી) આ સન્માન પ્રાપ્ત કરનારી ભારતીય સોલર મેન્યુફેક્ચરિંગ કંપની તરીકે ઉભરી આવી છે.
PVEL નો PV મોડ્યુલ PQP એ PV (ફોટો વોલ્ટેઇક) મોડ્યુલ્સની વિશ્વસનીયતા અને ગુણવત્તાના પરિમાણોનાં ચોકસાઈપૂર્વક પરીક્ષણ માટેનો સૌથી વ્યાપક પ્રોગ્રામ છે, જેના ડેટા અને પરિણામો જાહેરમાં ઉપલબ્ધ છે. નોંધનીય છે કે અદાણી સોલર એકમાત્ર ભારતીય સોલાર ઉત્પાદક છે જેને ઇન-હાઉસ સેલ અને મોડ્યુલ ક્ષમતામાં ટોપ પરફોર્મરનો એવોર્ડ મળ્યો છે.
અદાણી સોલરના CEO અનિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમે સતત છઠ્ઠા વર્ષે PVEL ના PV મોડ્યુલ રિલાયબિલિટી સ્કોરકાર્ડમાં ટોપ પરફોર્મર એવોર્ડ મેળવતા ગૌરવ અનુભવીએ છીએ. સતત છઠ્ઠીવાર એવોર્ડ મેળવવો એ અમારી સર્વશ્રેષ્ઠ આપવાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. અમારા ભારતીય બનાવટના સોલર પીવી મોડ્યુલ્સમાં અદ્યતન ઉત્પાદન, પ્રીમિયમ ઘટકો, વિશ્વસનીયતા અને પર્ફોર્મન્સ માટે શ્રેષ્ઠ ડિઝાઇનનો સમાવેશ થાય છે. અમારા સ્ટેકહોલ્ડર્સ પ્રત્યે કૃતજ્ઞતા સાથે અમે ઉચ્ચ ગુણવત્તાના ધોરણોને જાળવી રાખીએ છીએ સાથે નવીનતા લાવીએ છીએ, જે અમને ઉદ્યોગમાં બીજાઓથી અલગ પાડે છે.”
અદાણી સોલરના સેલ્સ એન્ડ માર્કેટિંગ હેડ રાહુલ ભુતિયાનીએ જણાવ્યું હતું કે, “PVELનું PV મોડ્યુલ રિલાયબિલિટી સ્કોરકાર્ડ બહુમુલ્ય ટૂલ છે જેનો ઉપયોગ બેન્કો, ડેવલપર્સ અને એન્જિનિયરો પ્રોજેક્ટની વિશ્વસનીયતા અને ટકાઉ ઉત્પાદનોની ખાતરી કરવા માટે કરે છે. મલ્ટિ-ક્રિસ્ટલાઈન અને મોનોક્રિસ્ટલાઈન મોડ્યુલ્સના ઉત્પાદનથી લઈને MonoPERC સુધીની અમારી સફરમાં અમે ટેક્નોલોજીકલ શિફ્ટને સ્વીકારી છે. પરિણામે અમે માત્ર ઉચ્ચ કાર્યક્ષમતાને જ અનલોક કર્યું નથી પરંતુ અમારી વિશ્વસનીયતા, ગુણવત્તા અને બેંકિબિલિટી અસંબંધિત રહે તેની ખાતરી પણ કરી છે. અમે ભારત સહિત વિશ્વભરમાં ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાના મિશનમાં અડગ છીએ.”
PVELના સેલ્સ અને માર્કેટિંગના વાઈસ પ્રેસિડેન્ટ ટ્રિસ્ટન એરિઓન-લોરિકોએ જણાવ્યું હતું કે “સતત છઠ્ઠા વર્ષે પીવી મોડ્યુલ રિલાયબિલિટી સ્કોરકાર્ડમાં ટોચના પર્ફોર્મરની ઓળખ હાંસલ કરવા બદલ અદાણી સોલર ટીમને અભિનંદન. અદાણી સોલરને અમારા રિપોર્ટમાં ફરી એક વાર જોઈને અમને આનંદ થયો અમને આશા છે કે ભવિષ્યમાં કંપનીની ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળશે.”
અદાણી સોલર વિશે
અદાણી સોલર એ અદાણી ગ્રૂપની સૌર પીવી મેન્યુફેક્ચરિંગ શાખા છે, જે સંસાધનો, લોજિસ્ટિક્સ, ઊર્જા, કૃષિ, ડિજિટલ અને આનુષંગિક ઉદ્યોગોમાં ફેલાયેલા વ્યવસાયો સાથે ભારતની સૌથી ઝડપથી વિકસતી વૈવિધ્યસભર સંસ્થા છે. અદાણી સોલાર એ પ્રથમ ભારતીય સોલર મેન્યુફેક્ચરિંગ કંપની છે જે વ્યવસાયોને વર્ટિકલી એકીકૃત કરે છે તેમજ ફોટોવોલ્ટેઇક્સ મેન્યુફેક્ચરિંગના સ્પેક્ટ્રમમાં સેવાઓ પ્રદાન કરે છે. વધુ માહિતી માટે www.adanisolar.com ની મુલાકાત લો
Leave a Reply