વેકેશન નો સમય ગાળો એટલે થોડો નિરાંત નો સમય પણ હોય છે. એવા સમયે હંમેશા દીકરીઓ ની ચિંતા કરતા અદાણી ફાઉન્ડેશન અને આઇ સી ડી એસ ના સંયુક્ત ઉપક્રમે એ કિશોરીઓ કે જે ભવિષ્ય માં માતા થવાની છે એમના માટે સશકત સૂપોષિત કિશોરી અભિયાન અંતર્ગત કિશોરી મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય સાથે પોતાના જાત ની કેવી રીતે સંભાળ રાખવી એના પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. આજના ફાસ્ટ ફૂડ ના જમાના માં ઘટતી જતી આંતરિક શક્તિઓ ને કેવી રીતે વધારી શકાય એ અંતર્ગત અદાણી ફાઉન્ડેશન અને શ્રી સારસ્વતમ સંચાલિત આઇ સી ડી એસ વિભાગ મુન્દ્રા દ્વારા વિષય નિષ્ણાંતો દ્વારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું.
જેમાં આઇ સી ડી એસ ના પ્રોગ્રામ ઓફિસર પંડ્યા સાહેબ તથા તેમની ટીમ ભુજ થી ખાસ પધારેલ હતી.વર્ષાબેન ધોળકિયા એ જણાવ્યું કે ભારતની માતા સ્વસ્થ હશે તો દેશ સ્વસ્થ હશે.કિશોરીઓ પર વિશેષ ધ્યાન આપી ને એવા આયોજનો જરૂરી છે જેનાથી લોક જાગૃતિ પણ આવે છે. આંગણવાડી માં પણ અદાણી ફાઉન્ડેશન સાથે રહીને આરોગ્ય જાગૃતિ ના કામ કરે છે. કિશોરીઓ ને મળતી કીટ નો ઉપયોગ કરે.નિયમિત સ્વાસ્થ્ય ની પણ ચકાસણી કરાવે.
પ્રોગ્રામ ઓફિસર પંડ્યા સાહેબ પોષણયુક્ત આહાર લેવાની વાત કરી.અને શાળા માં મળતી વિટામીન્સ યુક્ત ગોળીઓ નું સેવન કરવા ઉપર ભાર મૂક્યું.
મુન્દ્રા સી એચ સી માંથી પધારેલ કમળા બેન દ્વારા પેડ નું કેવી રીતે ઉપયોગ કરવું એ પર વિશેષ ચર્ચા કરી.સ્વચ્છતા ઉપર વિશેષ ભાર મુકતા કહ્યું કે રોગો થી બચી શકશો. આશાબેન ગોર માસિક પીરીયડ માં કેવી રીતે સંભાળ રાખવી એ વાત કરી. આપના જે માતા પિતા જે શુદ્ધ સાત્વિક ખોરાક લેતા હતા એ આપણને પણ લેવું જોઈએ.
આ કિશોરી મેળા ને મુખ્ય હેતુ આરોગ્ય લોક જાગૃતિ અને સ્વાવલંબી જીવન જીવી ને પગભર થઈ શકે એની પણ ચર્ચા કરવામાં આવી. ઘણા બધા અદાણી ફાઉન્ડેશન તરફથી ચાલતા ક્લાસિસ ની પણ ચર્ચા કરી.અદાણી ફાઉન્ડેશન દ્વારા ચાલતા સેનેટરી પેડ ના યુનિટ ની મુલાકાત લીધી.બહોળી સંખ્યામાં મુન્દ્રા તાલુકા માંથી કિશોરીઓ પધારેલ હતી. ઘણી બધી માહિતીઓ નું ભાથુ લઇ અને તેનું અમલીકરણ નું શપથ લઇ ને કંઈક મેળવ્યાની ખુશી લઈને છૂટા પડ્યા.
Leave a Reply