– અકસ્માતમાં ફાટી ગયેલી કીકીનું ઓપરેશન કરી આંખ બચાવી લીધી
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં અકસ્માત દરમિયાન ૩૭ વર્ષીય યુવાનની કીકી ફાટી જવાથી દેખાતું બંધ થઈ જવાને કારણે નેત્ર વિભાગ દ્વારા તાત્કાલિક ઓપરેશન કરી આંખ બચાવી લેવાઈ હતી અને યુવાન શરૂઆતમાં ૬ મીટર સુધી દેખતો પણ થયો હવે ક્રમશઃ તેની નજરમાં સુધારો આવી રહ્યો છે એમ હોસ્પિટલના આંખના નિષ્ણાતોએ જણાવ્યું હતું.
જી.કે. જનરલ હોસ્પિટલના આંખના નિષ્ણાંત ડો. અતુલ મોડેસરાએ આ ઓપરેશન બાદ જણાવ્યું હતું કે, ભુજ તાલુકાના પધ્ધર ગામના હિતેશભાઈ લોહાણાની આંખની કીકી ફાટી જવાની સાથે આંખનું પ્રવાહી પણ બહાર આવી ગયું હતું, પરંતુ સદનસીબે પરદો બચી ગયો હોવાથી ઓપરેશન બાદ તેની દ્રષ્ટિમાં ઓપરેશન પછી સુધારો આવતો જશે.
હોસ્પિટલના રેસી.ડો.નૌરીન મેમણએ કહ્યું કે, જી.કે. માં દર મહિને આંખની કીકીને નુકસાન પહોંચ્યું હોય એવા સરેરાશ ત્રણેક દર્દીઓ આવે છે. અકસ્માતના કેસ તો ભાગ્ય જ હોય છે, પરંતુ બાળ દર્દીઓ મુખ્ય હોય છે. બાળકોને રમકડાં વાગી જવાથી કીકીને નુકસાન થતું જોવા મળે છે. ઘણીવાર વેલ્ડીંગ કરતા ધંધાર્થીઓ પણ આ સ્થિતિનો ભોગ બને છે. તેમણે કહ્યું કે, બાળકોની આંખ માટે ખાસ કરીને વડીલોએ જાગૃત રહેવું જોઈએ. ડો.તૃપ્તિ પરીખ, ડૉ. મીત પરીખ વિગેરે શસ્ત્રક્રિયામાં સહયોગી રહ્યા હતા.
Leave a Reply