યુટ્યુબ પર લાંબી જાહેરાતો જોવા થઈ જાઓ તૈયાર

વીડિઓની વચ્ચે 30-સેકન્ડની જાહેરાત બતાવવામાં આવશે

આ નવી એડ પોલિસી હાલ અમેરિકાથી શરૂ થશે

આજે દરેક લોકો મોબાઈલ તેમજ સ્માર્ટ ટીવી પર યુટ્યુબ જોતા હોય છે. જો કે હવે લોકોને યુટ્યુબ પર લાંબી જાહેરાતો જોવા તૈયાર રહેવુ પડશે. ગુગલે યુટ્યુબની નવી એડ નીતિમાં ફેરફાર કર્યા છે. હવે ગુગલે યુટ્યુબ વીડિયોઝમાં લાંબી જાહેરાતો બતાવવાનું મન બનાવી લીધું છે. હવે યુઝર્સ પાસે આ એડને સ્કિપ કરવાનો વિકલ્પ પણ નહીં હોય. 

યુટ્યુબ નવી જાહેરાત નીતિમાં અનુસાર વીડિઓની વચ્ચે 30-સેકન્ડની જાહેરાત બતાવવામાં આવશે. આ નવી એડ પોલિસી અમેરિકાથી શરૂ થશે. અન્ય દેશોમાં આ ક્યારે લાગુ થશે તે અંગે ગૂગલે કોઈ માહિતી આપી નથી. જો આ પ્રયોગ ત્યાં બિઝનેસની દ્રષ્ટિએ સફળ થશે તો ગૂગલ તેને ભારત સહિત અન્ય દેશોમાં લાગુ કરશે. હાલમાં યુટ્યુબ એક જ વિડિયો પર સ્કિપ બટન સાથે 15-સેકન્ડની બે જાહેરાતો બતાવે છે. જો કે વીડિયોના આધારે જાહેરાત અલગ હોઈ શકે છે.

ગૂગલે બ્લોગ પોસ્ટમાં માહિતી આપી

ગૂગલે યુટ્યુબની નવી એડ પોલિસી વિશેની માહિતી એક બ્લોગ પોસ્ટ મારફતે આપી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ સ્માર્ટ ટીવી પર યુટ્યુબ વીડિયોમાં પૉઝ એડ આઈડિયાને પણ લાગુ કરશે. આ સુવિધામાં જ્યારે કોઈ વીડિયો પૉઝ કરવામાં આવે છે ત્યારે એક જાહેરાત પોપ અપ થશે અને જ્યાં સુધી વિડિયો ફરીથી ચલાવવામાં ન આવે ત્યાં સુધી તે દેખાડવામાં આવશે. આ જાહેરાત જ્યારે પૉપ અપ થાય છે ત્યારે સ્ક્રીન પર પૉઝ વિડિયોનું કદ ઓછું થઈ જશે.

યુટ્યુબ પ્રીમિયમ જ માત્ર આધાર

હાલમાં યુટ્યુબ પર લાંબી જાહેરાતને સ્કિપ કરવાનો એકમાત્ર વિક્લપ સ્વરુપે યુટ્યુબ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન છે. ભારતમાં યુટ્યુબ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનનો ખર્ચ દર મહિને રૂપિયા 129 છે. પ્રીમિયમ સબ્સ્ક્રાઈબર જાહેરાત સ્કિપ કરીને વીડિયો જોઈ શકે છે. પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સાથે વપરાશકર્તાઓને યુટ્યુબ સંગીત અને પીપ મોડમાં વીડિઓઝ જોવાની ક્ષમતા સહિત અન્ય ઘણા લાભો પણ મળે છે.

કંપનીનો કમાણી વધારવા પર ભાર  

ગૂગલ સહિતની મોટી ટેક કંપનીઓ આ સમયે નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહી છે. અમેરિકા સહિત કેટલાક દેશોની અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિને કારણે જાહેરાતની આવક પર ખરાબ અસર પડી છે. એટલા માટે હવે કંપની તેની આવક વધારવા માટે નવા રસ્તાઓ શોધી રહી છે. એટલા માટે યૂટ્યૂબની એડ પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: