અદાણી વિદ્યામંદિરઅનેUNICEF વચ્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કોલેબ્રેશન

– ગુજરાત માં સૌ પ્રથમવાર ખાનગી શાળાનું યુનિસેફ સાથે કોલોબ્રેશનથી વિદ્યાર્થીઓને નવી દિશા સાંપડશે

અદાણી વિદ્યામંદિર- અમદાવાદ (AVMA) અને UNICEF વચ્ચે શિક્ષણને ગુણવત્તાયુક્ત અને સર્વગ્રાહી બનાવવા કોલેબ્રેશન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન “યુનિસેફ ઓન કેમ્પસ નોલેજ ઇનિશિયેટિવ” અંતર્ગત AVMA સહયોગી પ્રવૃત્તિઓ માટે યુનિસેફ સાથે મળીને શૈક્ષણિક મિશનની સફળતા માટે યોગદાન આપશે. ગુજરાતમાં ખાનગી શાળા સાથે સૌપ્રથમવાર થયેલા આ સહયોગથી શિક્ષણને આગળ ધપાવતું અનોખું મોડેલ ઊભું કરાશે.

યુનિસેફ સાથેના કોલેબ્રેશનથી વિદ્યાર્થીઓને જ્ઞાનવર્ધન સહિત અનેક ફાયદાઓ થશે. જેમાં તેમના દ્વારા ચલાવાતા ખાસ કાર્યક્રમો બાળઅધિકાર જાગૃતિ, ક્લાઈમેટ એક્શન, લાઈફ સ્કીલ્સ, બોડી પોઝીટીવીટી અને સેલ્ફ એસ્ટીમ, ન્યુટ્રીશન, એનિમિયા, ઓનલાઈન સેફ્ટી, નાણાકીય સાક્ષરતા, બાળકોને હિંસામુક્ત કરવા જેવા વિષયોમાં પ્રશિક્ષિત કરવામાં આવશે.

અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણી જણાવે છે કે “અદાણી ફાઉન્ડેશન સંચાલિત અદાણી વિદ્યા મંદિર (અમદાવાદ) યુનિસેફ સાથેના સહયોગથી વિદ્યાર્થીઓને ઇમર્સિવ ભણતરનો લાભ મળશે તે ખૂબ જ આનંદની વાત છે.”

અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન અદાણીએ યુનિસેફ સાથે સહયોગ કરનાર ગુજરાતની પ્રથમ ખાનગી શાળા બનવા બદલ AVMA ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ સહયોગ ગુણવત્તાયુક્ત શિક્ષણને આગળ વધારતા ગુજરાતમાં એક અનોખું મોડેલ બનાવવામાં યોગદાન આપશે. આ પહેલ હેઠળના વિવિધ કાર્યક્રમો એલિક્સિર ફાઉન્ડેશન સહિત અન્ય ભાગીદાર સંસ્થાઓ સાથે આયોજિત કરવામાં આવશે.

આ સહયોગ બદલ આનંદ વ્યક્ત કરતા યુનિસેફની ગુજરાત ફિલ્ડ ઓફિસના વડા પ્રશાંતા દાશ જણાવે છે કે ”વિનામૂલ્યે શિક્ષણ પ્રદાન કરતા અદાણી વિદ્યા મંદિર સાથે યુનિસેફ ઓન કેમ્પસ નોલેજ ઇનિશિયેટિવ’ કરતા યુનિસેફ આનંદ અનુભવે છે. આ ખાસ મોડેલમાં બાળકોની જાગૃતિ વધારવા અને સામાજિક મુદ્દાઓ પરત્વે તેમનો અવાજ બુલંદ કરવા પ્લેટફોર્મ પ્રદાન કરવા તેમજ વિકાસ અને ભાગીદારીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ”

વળી અત્યાધુનિક ડિજિટલ, ઓન-ગ્રાઉન્ડ કેમ્પેઈન અને પહેલો દ્વારા બાળકોની સહભાગિતાને પ્રોત્સાહિત કરવામાં આવશે. જે અંતર્ગત લર્નિંગ/માટેરિંગ/ક્ષમતા નિર્માણના સત્રો તેમજ યુવા નેતાઓ અને પ્રભાવકોના વ્યાખ્યાનો વગેરે આવરી લેવામાં આવશે. યુનિસેફ AVMA ના યુવા વચેમ્પિયનની ઓળખ કરી વિવિધ પ્લેટફોર્મ દ્વારા તેનો વ્યાપ વધારશે. વર્ષાંતે UNICEF અને AVMA આ સહયોગની અસરનું વિશ્લેષણ કરી તેને આગામી વર્ષો માટે વિસ્તારવા સંમત થઈ શકે છે.   

AVMA આર્થિક પડકારોનો સામનો કરી રહેલા અસાધારણ પ્રતિભા ધરાવતા બાળકો માટે આદર્શ વિદ્યામંદિર છે. હાલ તેમાં અમદાવાદના 1,000 વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણના મૂલ્યો સાથે જીવન ઘડતર થઈ રહ્યું છે. CBSE સંલગ્ન આ શાળામાં વિદ્યાર્થીઓને પરિવહન, ગણવેશ, પુસ્તકો અને ભોજનમાં પૂરક સહાય સાથે શિક્ષણ આપવામાં આવે છે. હાલ શાળામાં વિજ્ઞાન, વાણિજ્ય અને હ્યુમાનીટી સ્ટ્રીમના 4 થી 12 સુધી ભણાવવામાં આવે છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) હેઠળ ‘NABET માન્યતા પ્રાપ્ત શાળા’ તરીકે AVMA ને પ્રમાણિત કરવામાં આવી છે. આ સિદ્ધિ હાંસલ કરનાર અમદાવાદ શહેરની પ્રથમ ખાનગી શાળા છે. 

અદાણી ફાઉન્ડેશન વિશે:

અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,753 ગામડાઓમાં કાર્યરત છે, જે 73 લાખ લોકોને સ્પર્શે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: