– 86 હજારમાંથી 2,769 ઉમેદવારો જ પાસ થઈ શક્યા
પરીક્ષા માટે 86,028 ઉમેદવાર રજિસ્ટર્ડ થયા હતા, જેમાંથી 2769 ઉમેદવાર જ ક્વોલિફાય થયા છે, જ્યારે 83,256 ઉમેદવાર ક્વોલિફાય થઈ શક્યા નથી. એકંદરે ટેટ-1નું પરિણામ 3.78 ટકા રહ્યું છે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ https://sebexam.org પર જઈને જોઈ શકાશે.
નોંધાયેલા ઉમેદવારોમાંથી 12,754એ પરીક્ષા ન આપી
ધોરણ 1થી 5માં વિદ્યાસહાયકની ભરતી માટે ટેટ-1ની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. અનામત કેટેગેરીના ઉમેદવારોએ ક્વોલિફાય થવા માટે 82 ગુણ મેળવવા જરૂરી હતા, જ્યારે બાકીના ઉમેદવારોએ 90 ગુણ મેળવવા જરૂરી હતા. 16 એપ્રિલે ટેટ-1ની પરીક્ષા લેવાઈ હતી, જેમાં ગુજરાતી માધ્યમના 83,336, અંગ્રેજીના 1,352, હિન્દીના 1,337 મળીને કુલ 86,028 ઉમેદવારો પરીક્ષા માટે નોંધાયા હતા. નોંધાયેલા ઉમેદવારોમાંથી 12,754એ પરીક્ષા આપી ન હતી.
16 એપ્રિલના રોજ પરીક્ષા લેવાઈ હતી
શિક્ષક બનવા TET-TAT પરીક્ષા પાસ કરવી પડે છે. શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી ટેટની પરીક્ષા એપ્રિલમાં યોજાઈ હતી. જેમાં ટેટ 1ની પરીક્ષા ગત 16 એપ્રિલ અને ટેટ 2ની પરીક્ષા 23 એપ્રિલે યોજાઈ હતી. અંદાજે 86 હજાર વિધાર્થીઓ TET 1ની પરીક્ષા અને TET 2ની પરીક્ષા 2.72 લાખ જેટલા ઉમેદવારોએ આપી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018 બાદ TET-TAT પરીક્ષાની કોઇ પરીક્ષા યોજાઇ ન હતી. લાખો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની મહેચ્છા ધરાવી રહ્યા હતા.
4 મોટા શહેરોમાં આ પરીક્ષા યોજાઈ હતી
રાજ્યના 4 મોટા શહેરોમાં આ પરીક્ષા યોજાવામાં આવી હતી. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેના માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વપરાતી ટેક્નોલોજીનો પ્રથમવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગ થયો હતો.
Leave a Reply