ચીને કૈલાશ-માનસરોવર યાત્રા પર ફીમાં વધારો કર્યો

યાત્રિકોએ ગ્રાસ ડેમેજિંગ ફી 24 હજાર રૂપિયા વધારાની ફી ચૂકવવી પડશે

વિઝા મેળવવા માટે ઓછામાં ઓછા 5 લોકોનું ગ્રુપ હોવું જરૂરી

ભારતીય યાત્રાળુઓને કૈલાસ માન સરોવર માટે આકરા નિયમોનો સામનો કરવો પડશે. હવે આ યાત્રા માટે ભારતીય નાગરિકોએ મુસાફરી માટે ઓછામાં ઓછા 1.85 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે.

વિઝા લેવા માટે વ્યક્તિગત રીતે હાજર રહેવુ પડશે

આ યાત્રા માટે યાત્રાળુઓએ વિઝા લેવા માટે વ્યક્તિગત રીતે હાજર રહેવુ પડશે. આ ઉપરાંત યોત્રિકોની ઓનલાઈન વિઝા અરજી સ્વિકારવામાં નહીં આવે તો ચીનના દૂતાવાસ જઈ વિઝા લેવા પડશે. જો યાત્રિકો તેની મદદ માટે નેપાળથી કોઈ કાર્યકર અથવા મદદગાર રાખશે તો 300 ડોલર એટલે કે 24 હજાર રૂપિયા વધારાની ફી ચૂકવવી પડશે. આ ફીને ‘ગ્રાસ ડેમેજિંગ ફી’ કહેવામાં આવે છે. ચીનની દલીલ છે કે પ્રવાસ દરમિયાન કૈલાશ પર્વતની આસપાસના ઘાસને નુકસાન થાય છે જે પ્રવાસી પાસેથી ભરપાઈ કરવામાં આવશે.

નવા નિયમોને કારણે મુસાફરી મુશ્કેલ બની

વિઝા મેળવવા માટે યાત્રાળુઓએ શારીરિક રીતે હાજર રહેવું પડશે. યાત્રા માટે કાઠમંડુ અથવા અન્ય આધાર શિબિરમાં બાયોમેટ્રિક ઓળખ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. હવે વિઝા મેળવવા માટે ઓછામાં ઓછા 5 લોકોનું ગ્રુપ હોવું જરૂરી છે. તેમાંથી ચાર લોકોએ ફરજિયાતપણે વિઝા માટે જાતે પહોંચવું પડશે. એક કાર્યકરને તમારી સાથે રાખવા માટે 15 દિવસ માટે 13 હજાર મુસાફરીની ફી પણ લેવામાં આવશે. અગાઉ તે માત્ર 4,200 રુપિયા હતી. આ પ્રવાસનું સંચાલન કરતી નેપાળી કંપનીઓએ ચીનની સરકાર પાસે 60 હજાર ડોલર જમા કરાવવાના રહેશે. આ સાથે સમસ્યા એ છે કે નેપાળી ટ્રાવેલ એજન્સીઓને વિદેશી બેંકોમાં પૈસા જમા કરાવવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં આ ફી કેવી રીતે ટ્રાન્સફર કરવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

મુસાફરીમાં આટલો સમય લાગે છે

કૈલાસ માનસરોવર યાત્રા 3 અલગ-અલગ હાઈવેથી કરવામાં આવે છે. પ્રથમ- લિપુલેખ પાસ, બીજો- નાથુ પાસ અને ત્રીજો- કાઠમંડુ પાસે કરવામાં આવે છે. આ ત્રણ રૂટ ઓછામાં ઓછા 14 અને વધુમાં વધુ 21 દિવસનો લાગે છે. વર્ષ 2019માં 31 હજાર જેટલા ભારતીયો આ યાત્રા પર ગયા હતા. આ યાત્રા વર્ષ 2019થી બંધ હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: