ICCની કમાણીમાં ભારતનો હિસ્સો સૌથી વધુ

ભારત બાદ કમાણીમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડનો નંબર આવે છે

ભારત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની દર વર્ષની કમાણીના હિસ્સામાં સૌથી આગળ છે જ્યારે પાકિસ્તાન ચોથા નંબરે છે. ભારત બાદ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડનો નંબર આવે છે. ICCની આવકમાંથી બાકીના આઠ બોર્ડની કમાણી પાંચ ટકાથી ઓછી હશે.

ભારત પાકિસ્તાન કરતાં સાત ગણી વધુ કમાણી કરશે

ICCના વર્ષ 2024-27 નાણાકીય મોડલમાં BCCIને દર વર્ષે લગભગ 1892 કરોડ રુપિયા મળશે જ્યારે પાકિસ્તાનને માત્ર 282 કરોડ રુપિયા આપવામાં આવશે. BCCI દર વર્ષે પાકિસ્તાન કરતાં સાત ગણી વધુ કમાણી કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ICC જેટલી કમાણી થશે તેની આવકના 38.5 ટકા BCCIને મળશે. ICCને લગભગ 4916 હજાર કરોડ રૂપિયા મળવાની આશા છે અને આ આવકમાં BCCIનો સૌથી મોટો હિસ્સો રહેશે. ભારત બાદ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને આશરે 338 કરોડ રુપિયા અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આશરે 307 કરોડ રુપિયા મળવાની શક્યતા છે. 

ભારતના વધુ યોગદાનને કારણે  ICCની આવક વધુ

આ બોર્ડ બાદ બાકીના આઠ પૂર્ણ સભ્યોની કમાણી પાંચ ટકાથી ઓછી હશે. BCCI સતત ભારપૂર્વક જણાવે છે કે ભારતના વધુ યોગદાનને કારણે તે ICCની આવકમાં વધુ હિસ્સો મેળવવાને પાત્ર છે. જોકે ICC નવા નાણાકીય મોડલ પર તમામ દેશોના બોર્ડના પ્રતિસાદની રાહ જોઈ રહ્યું છે અને આ મોડલને આવતા મહિને ICCની વાર્ષિક બેઠકમાં પણ મંજૂરી મળી શકે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: