– એચ.આઈ.વી.પોઝિટિવ લોકો પૌષ્ટિક આહાર લે તો સામાન્ય જીવન જીવી શકે
એચ.આઇ.વી. પોઝિટિવ દર્દીઓ જો સ્વસ્થ જીવનશૈલી અને પૌષ્ટિક આહાર અપનાવે તો સામાન્ય જીવન જીવી શકે છે, એમ જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના તજજ્ઞોએ એચઆઇવી પોઝિટિવ બાળકોને ગાંધીધામની સંસ્થાના ઉપક્રમે રાશનકેટ વિતરણ કરતા જણાવ્યું હતું
જી.કે.ના ઓપીડી વિભાગમાં હોસ્પિટ કેલવરી ચેપલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં જી.કે.ના એચઆઇવી વિભાગના મેડિકલ ઓફિસર ડૉ.ટી.કે.ભાનુશાલી, સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.નીલમ પટેલ, ડાયટેશિયન અનિલા પરમાર સહિત તજજ્ઞોએ બાળકો સાથે આવેલી માતાઓ બહેનોને ખોરાક અંગે વિસ્તૃત સમજણ આપી હતી. હોસ્પિટલના મમતા ક્લિનિકના કાઉન્સેલર રેખાબેન વિશ્વકર્માએ આયોજન સાંભળ્યું હતું.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ડી. એડિશનને રાશનકીટ અર્પણ કરતા એચ.આઇ.વી. પોઝિટિવ બાળકો માટે કિડાણા ખાતે સંસ્થા દ્વારા સ્થાપિત હોસ્ટેલ અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સ્વેતના ટીમ, એ.આર..ટી.ટીમ, લેબ.ટેક. અને આઈસીટીસી ઉપસ્થિત રહ્યા હતા.
Leave a Reply