– અંગ્રેજીનું કૌશલ્ય ભણતર સાથે રોજગારી અપાવશે
અદાણી કીલ ડેવલોપમેન્ટ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા થયેલા એમ.ઓ.યુ હેઠળ કચ્છની વિવિધ શાળામાં કૌશલ્ય વિકાસ અંતર્ગત ભુજની લેવા પટેલ હાઈસ્કૂલમાં 95 વિદ્યાર્થીઓને બેઝિક અંગ્રેજીની તાલીમ આપવામાં આવી હતી.
હાઈસ્કૂલ ખાતે આ તાલીમના ભાગરૂપે આયોજિત પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં જિલ્લા યુવા અધિકારી રચના વર્માએ પ્રમાણપત્ર વિતરણ કરતા કહ્યું કે, વર્તમાન યુગ કૌશલ્યનો હોવાથી ભણતર સાથે જો રોજગારી જોઈતી હશે તો દરેકે કૌશલ્ય વિકસાવવું પડશે. મેળવેલી તાલીમને નિરંતર જીવન વ્યવહારમાં વણી લેવી એ જરૂરી છે. શાળાના સંચાલક ટ્રસ્ટી રામજીભાઈએ કહ્યું કે, અમારો એકમાત્ર હેતુ આપનો સર્વાંગી વિકાસ જોવાનો છે. અમે આભારી છીએ અદાણી સ્કીલ ડેવલપમેન્ટ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કે આ પ્રકલ્પ થકી અમારી દીકરીઓ લાભ મેળવી શકી છે.
આ પ્રસંગે અદાણી સ્કીલ ડેવલપમેન્ટનાં સેન્ટર કોઓર્ડીનેટર ડૉ પૂર્વી ગોસ્વામી, શાળા આચાર્ય લોપાબેન મહેતા, પ્રશિક્ષિકા વિશ્વા સેવક હાજર રહ્યા હતા. અંગ્રેજી ભાષાની જાણકારી અને જ્ઞાન પણ સમયોચિત કૌશલ્ય છે એ હેતુસર તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન રક્ષાબેન ગોસ્વામીએ કર્યું હતું તથા શાળાના સ્ટાફે આયોજનમાં ભાગીદારી આપી હતી.
Leave a Reply