વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ભારત અને લેટિન અમેરિકા વચ્ચેનો વેપાર 50 અબજ ડોલર સુધી પહોંચવાનો છે અને ભારત તેને વધુ વધારવા માંગે છે. ભારતીય કંપનીઓ અહીં ઉર્જા, ખાણકામ, કૃષિ અને વાહનો જેવા ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ કરી રહી છે.
કોલંબિયાની રાજધાનીમાં ભારત-કોલંબિયા બિઝનેસ ફોરમને સંબોધતા જયશંકરે ગુરુવારે કહ્યું હતું કે, લેટિન અમેરિકન દેશોની ચાર દિવસીય મુલાકાતનો હેતુ આ ક્ષેત્ર સાથે ભારતના સહયોગને વધુ વધારવાના માર્ગો શોધવાનો છે.
જયશંકરે કહ્યું કે, “આજે અહીં આવવાનો અમારો હેતુ લેટિન અમેરિકામાં ભારતની વધતી હાજરીને રેખાંકિત કરવાનો છે. અમારી વચ્ચેનો વેપાર વાર્ષિક 50 બિલિયન ડૉલરના સ્તરે પહોંચવાનો છે. જ્યાં સુધી બિઝનેસનો સવાલ છે, અમે ચોક્કસપણે તેને વધારવા માંગીએ છીએ પરંતુ ક્યારે, ક્યાં અને કેટલું રોકાણ કરવું તે આપણે નક્કી કરવાનું છે.
ભારત અને કોલંબિયા સાથે મળીને કામ કરી શકે તેવા ક્ષેત્રો વિશે વાત કરતા જયશંકરે કહ્યું કે, ભારતમાં દવા અને આરોગ્ય બનાવવાની પરંપરાગત પદ્ધતિઓ પણ છે જેનો વ્યાવસાયિક ઉપયોગ કરી શકાય છે.
વિદેશ મંત્રીએ કોલંબિયાના રોકાણકારોને કહ્યું કે, “ભારતે પણ ડિજિટલ સેક્ટરમાં અભૂતપૂર્વ પ્રગતિ જોઈ છે. આજે ભારત ઈનોવેશન અને સ્ટાર્ટઅપનું હબ બની ગયું છે. આ 100 યુનિકોર્નની ભૂમિ છે અને તેમની સંખ્યા સતત વધી રહી છે. જો તમને સાયબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડ્રોન કે સ્પેસ સંબંધિત કામમાં રસ હોય તો ભારતીય બિઝનેસમેનનો સંપર્ક કરવો ફાયદાકારક રહેશે.
જયશંકર ગુયાના, પનામા, કોલંબિયા અને ડોમિનિકન રિપબ્લિકની નવ દિવસની મુલાકાતે છે. વિદેશ મંત્રી તરીકે લેટિન અમેરિકન દેશો અને કેરેબિયન ક્ષેત્રની આ તેમની પ્રથમ મુલાકાત છે.
Leave a Reply