– સ્થાનિકે કેન્દ્ર ન ફાળવાતાં વાહન ભાડું, ભોજન સહિત અન્ય ખર્ચ મળીને ઉમેદવાર દીઠ બે હજારથી વધુનો ખર્ચ કરવો પડયો
પાંચ વર્ષ બાદ લેવાયેલી ટેટ-૨ની પરીક્ષા આપવા કચ્છના ઉમેદવારો અમદાવાદ સહિતના પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચ્યા હતા. કચ્છ જીલ્લો વિસ્તારની દ્રષ્ટિએ મોટો હોવા છતાં સ્પાર્ધાત્મક પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવતું નાથી. કેન્દ્ર ના મળવાના કારણે કચ્છના છેવાડાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહી જતા હોય છે.
આજે તા.૨૩/૪/૨૩ના રોજ ટેટ-૨ની પરીક્ષા માટે કચ્છના દસે દસ તાલુકાના આશરે સાડા પાંચ હજાર જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે અમદાવાદ પહોંચ્યાહતા. સાંસદ તેમજ અબડાસા વિાધાનસભાના ધારાસભ્યે પરીક્ષાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને કચ્છમાં ટેટની પરીક્ષા માટે કેન્દ્ર આપવા માટે શિક્ષણ વિભાગ પાસે લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ પરીક્ષાર્થીઓને અમદાવાદ વિસ્તારમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતાં પરીક્ષાર્થીઓએ હોલ ટિકિટ ડાઉન લોડ થતાં જ એસ.ટી.અને ખાનગી ટ્રાવેલ્સમાં ટિકિટ બુક કરાવી લેવા માટે પડાપડી થઈ હતી. અને માત્ર ટુંક સમયમાં જ એસ.ટી. અને ખાનગી ટ્રાવેલ્સ માં કચ્છાથી અમદાવાદ તરફ જતી તમામ બસો ફૂલ થઇ જતાં ઘણા પરીક્ષાર્થીઓને ટિકિટ રિઝર્વેશન ન થતાં રેલવે અને ખાનગી વાહનો તરફ વળ્યા હતા.
કચ્છના રાજકીય નેતાઓ દ્વારા એકવાર રજુઆત કરવા આવી હતી. ત્યારબાદ કોઈ જાતની રજુઆત ના કરવાના કારણે વિદ્યાર્થીઓને અમદાવાદ ધક્કા ખાવાની ફરજ પડી હટી. આજે પરીક્ષા આપવા ગયેલા પરીક્ષાર્થીઓ સાથે ગયેલા વાલીઓ તડકામાં સેકાયા હતા.તેમાં ખાસ કરીને મહિલા પરીક્ષાર્થીઓ અને તેમાં પણ ગૃહિણી મહિલા પરીક્ષાર્થીઓની હાલત કફોડી જોવા મળી હતી. પોતાના નાના બાળકની જવાબદારી પોતાની સાથે પરિવારના સભ્ય સાસુ,પતિ આૃથવા નણંદ સાથે અને ઘોડિયું પણ લઈ જવાની નોબત આવી હોવાથી ખાનગી વાહન ભાડે કરીને ભુજ થી અમદાવાદ સુાધી પાંચેક હજાર જેટલું ભાડું ખર્ચવાની ફરજ પડી હતી.
પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે અમદાવાદ પરીક્ષા આપવા જવા માટે પરીક્ષાર્થીઓ અને પોત પોતાના વાલી સાથે ગૃપ બનાવીને ખાનગી વાહન સયુંકત રીતે ભાડે કરીને અમદાવાદ પહોંચ્યા હતા. તો અન્ય પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે પરીક્ષા માટેના ઉમેદવારો હજારોની સંખ્યામાં હોવાથી અમદાવાદ વિસ્તારમાં આવેલ મોટા ભાગના તમામ ગેસ્ટ હાઉસમાં રૃમ બુક થઈ ગયા હતા. અને સ્વાભાવિક પણે એક દિવસ માટે બમણા થી પણ વાધુ ભાડું આપવાની ફરજ પડી હતી. એક પુરુષ પરીક્ષાર્થી બસ વાહન ટિકિટ ભાડું,રિક્ષા ભાડું અને ભોજન તેમજ અન્ય ખર્ચમાં આશરે ૨૦૦૦થી ૨૬ હજાર સુાધીનો ખર્ચ થઈ જાય છે. જયારે મહિલા પરીક્ષાર્થીઓ સાથે વાલીઓ પણ જતા હોવાથી ૪૦૦૦ થી ૪૫૦૦ જેટલો ખર્ચ સ્વાભાવિક રીતે થઈ જતો હોય છે. આમ પરીક્ષાર્થીઓ ખર્ચને જોયા વિના સરકારી નોકરી મળી જાય તેવો આશાવાદ રાખતા હોય છે.
Leave a Reply