– 25 એપ્રિલે મેનકાઈન્ડ ફાર્માનો, 28મીએ ડી નીર્સ ટૂલ્સનો IPO ખુલશે
– 24 એપ્રિલ સુધી રેટિના પેઇન્ટ્સના IPOમાં રોકાણ કરવાની તક
જો તમે પણ IPOમાં રોકાણ કરીને પૈસા કમાવા ઈચ્છો છો, તો આ સપ્તાહે તમારી પાસે ઘણી તકો આવી રહી છે. આ સપ્તાહે 3 IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આ ત્રણ કંપનીઓ મેનકાઇન્ડ ફાર્મા (Mankind Pharma), ડી નીયર્સ ટૂલ્સ (De Neers Tools) અને રેટિના પેઇન્ટ્સ (Retina Paints) છે.
Mankind Pharma IPO
આ સપ્તાહે કોન્ડોમ બનાવતી મૈનફોર્સની પેરેન્ટ કંપની મૈનકાઈન્ડ ફાર્માનો આઈપીઓ આવવાનો છે. આ આઈપીઓ 25મી એપ્રિલે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને તેની અંતિમ તારીખ 27 એપ્રિલ 2023 છે. કંપની આ ઈસ્યુ દ્વારા 4326.36 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આ માટે પ્રતિ શેર 1026-1080 રૂપિયાની પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફોર સેલ (OFS) પર આધારિત છે.
De Neers Tools IPO
ડી નીર્સ ટૂલ્સનો આઈપીઓ 28મી એપ્રિલે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને રોકાણકારોને આ આઈપીઓમાં ત્રીજી મે-2023 સુધી સબસ્ક્રાઈબ કરવાની તક મળશે. કંપનીએ આઈપીઓ માટે શેર દીઠ રૂ.95થી રૂ.101ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.
Retina Paints IPO
રેટિના પેઇન્ટ્સનો આઈપીઓ ફક્ત 19મી એપ્રિલ-2023ના રોજ ખુલી ગયો હતો, પરંતુ રોકાણકારો પાસે 24 એપ્રિલ સુધી આ આઈપીઓમાં સબસ્ક્રાઈબ કરવાની તક છે. કંપનીએ આઈપીઓ માટે શેર દીઠ રૂ.30ની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે.
Leave a Reply