– હિમોફિલિયા રક્તસ્ત્રાવ સબંધી મુખ્યત્વે બાળકોમાં જોવા મળતો આનુવંશિક રોગ
શરીરમાં કોઈ જગ્યાએ ઈજા થાય તો રક્તસ્રાવ થાય અને પછી લોહી જામી જાય છે.પરંતુ કેટલાક કિસ્સામાં લોહી ગંઠાવાને બદલે વહેતું રહે છે,જેમને આ રોગ હોય તેમને હિમોફિલિયા હોઇ શકે છે.જેમાં મામૂલી ચોટથી પણ ગંભીર રક્તસ્રાવ થાય છે.જો તેને અટકાવવામાં ના આવે તો ગંભીર પરિણામ પણ આવી શકે છે. આ એક આનુવંશિક રોગ છે.જે ખાસ કરીને બાળકોમાં અને ક્યારેક પુરુષોમાં(એકસલિંક રિસેસિવ) જોવા મળે છે.એમ જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના પીડિયા વિભાગના તબીબોએ હિમોફિલિયા દિવસ નિમિતેજણાવ્યું હતું.
જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના બાળરોગ વિભાગના હેડ ડૉ.રેખાબેન થડાની અને બાળરોગ નિષ્ણાંત ડો. કરણ પટેલે જણાવ્યુ હતું કે, રક્તસ્રાવ થવું એ હિમોફિલિયાનું પ્રાથમિક લક્ષણ છે.જી.કે.માં દર મહિને સરેરાશ ૫ બાળકો સારવાર લેવા આવતા હોય છે. આ હિમોફિલિયા બે પ્રકારના છે.બંનેમાં બ્લડ કલોટિંગ ફેક્ટર મુખ્ય કારણ છે.
આ રક્તસ્રાવ ખાસ કરીને મોઢામાં અથવા તો પેઢામાંથી લોહી નીકળે છે. મોટા સાંધા જેમકે ઘૂંટણ વિગેરેમાં લોહી જમા થઈ જાય છે. નાકમાંથી પણ લોહી નીકળે છે. આવા કોઈ પણ કારણ જણાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ.
કારણો અંગે તબીબોએ કહ્યુ કે,લોહી ગંઠાવાની પ્રક્રિયામાં મુશ્કેલી એટલે ફેક્ટરની ગડબડી મુખ્ય છે. આ રોગ મુખ્યત્વે માતા પિતા પાસેથી મળે છે.ઘણીવાર આવો ઇતિહાસ ના હોય તો પણ હિમોફિલિયા હોઇ શકે,પરંતુ વારસો તો ખૂબ જોખમી બની જાય છે. બાળકોનું પ્લાનિંગ કરતી વખતે જો માતા પિતાને આ રોગ હોય તો તબીબોની સલાહ લઈ આયોજન કરી શકાય.
નિદાન અને લક્ષણો સંદર્ભે તબીબોના જણાવ્યા મુજબ મેડિકલ હિસ્ટ્રી,સ્ક્રીનીંગ અને કલોટિંગ ફેક્ટર ટેસ્ટ કરી શકાય છે.દર્દીઓએ સ્વસ્થ લાઇફ પસાર કરવી હોય તો હિમોફોલિયના પુરુષ દર્દીઓએ સાંધા ઉપર દબાણ ન આવે એ રીતે વ્યાયામ કરવો, પ્રવાસમાં સાવધાની રાખવી, હિપેટાઇટિસ રસી મુકાવવી,લોહી સબંધી કોઈપણ સંક્રમણથી બચતા રહેવું.ઇલાજનો આધાર તેના ફેક્ટર પર છે.જે ફેક્ટરની ઉણપ હોય તેને બદલાવાથી પણ લોહી જમા થવાની શક્યતા વધી જાય છે.
અન્ય અગત્યના ઉપચાર અને આધુનિક સંશોધન અંગે તબીબોએ જણાવ્યું કે,રક્તસ્ત્રાવ રોકવા ફેક્ટર અલગથી આપવું પડે છે.હવે દવા કેપ્સ્યુલના સ્વરૂપે પણ ઉપલબ્ધ છે.જે દર અઠવાડિયે એકવાર લેવાની હોય છે.જો પરિવારમાં આ બીમારી હોય તો માં બાપે બાળકના જન્મ પહેલાં જ આ રોગની તપાસ કરાવી લેવી જોઈએ.હવે આ રોગની સારવાર પણ શક્ય છે.
Leave a Reply