– નવા નાણાંકીય વર્ષથી ટેક્સ ઓનલાઈન ભરવાની સુવિધા
– સૌ પ્રથમ વેરો ભરનાર પાંચ નાગરિકોના સન્માન કરાયુંઃ ૩૦મી જૂન સુધી રિબેટનો લાભ મેળવી શકાશે
ભુજ નગરપાલિકા દ્વારા પ્રજાની સુખાકારી માટે ઓનલાઈન પેમેન્ટ ની શરૃઆત કરવામાં આવી છે ત્યારે આજરોજ ભુજ નગરપાલિકા ખાતે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના વેરાવસુલાત કામગીરીની શરૃઆત સરકારની યોજના અનુસાર ઓનલાઈન ૧૫ ટકા અને ઓફલાઈન પેમેન્ટમાં ૧૦ ટકા રીબેટ સાથે શરૃઆત કરવામાં આવી હતી. આ યોજનાનો શહેરીજનોએ પ્રાથમ દિવસે ઉત્સાહભેર ભાગ લઈને લાભ લીધો હતો.
નગરપાલિકાના ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરીએ જણાવ્યું હતું કે, ગત નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩મા ઐતિહાસિક વેરાવસુલાત કરાયા બાદ નવા નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ ની વેરા વસુલાતની શરૃઆત કરવામાં આવી છે ત્યારે સમગ્ર શહેરીજનોને પોતાની મિલકત જે નગરપાલિકા મધ્યે રજીસ્ટર ના થયેલ હોય તેને રજીસ્ટર કરાવવા તેમજ જેમના ગત વર્ષ સુાધીના તમામ લેણાં ભરપાઈ થયેલ છે તેઓ પોતાના ચાલુ વર્ષના લેણાં એડવાન્સમાં ભરીને સરકારની રીબેટ યોજનાનો લાભ લેવા અપીલ છે. આ અંગે વાધુમાં નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, સૌપ્રાથમ વેરો ભરનાર ૦૫ જાગૃત નાગરિકોનું નગરપાલિકાના પદાિધકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા જે ઓનલાઇન ૧૫ ટકા તેમજ ઓફલાઈન ૧૦ ટકા રીબેટની જોગવાઈ કરવામાં આવી છે જે ૩૦મી જુન સુાધી રહેશે. આજના પ્રાથમ દિવસે ૧૯.૩૧ લાખ જેટલી રકમની આવક થઈ હતી. ઉપરોક્ત પ્રસંગે દંડક, ટેક્સ કમિટીના ચેરમેન, હેડકલાર્ક હિતેન્દ્રસિંહ જાડેજા તેમજ ટેક્સ સુપરીન્ટેન્ડન્ટ ઉપસિૃથત રહી કરદાતાઓનું સન્માન કર્યું હતું.
Leave a Reply