– ગયા વર્ષની સરખામણીએ 400 કરોડ વધુ ક્લેક્શન કરી 17.38% નો વૃદ્ધી દર હાંસલ કર્યો
– સાડા પાંચ વર્ષ પહેલા રાજકોટથી અલગ અસ્તિત્વ પ્રાપ્ત કરતા કચ્છ આયુક્તમાં સતત આવકમાં વધારો
સેન્ટ્રલ જીએસટીના કચ્છ કમિશનરેટમાં માર્ચ 2023 માં, અત્યાર સુધીની સૌથી વધુ આવક રૂ. 387.92 કરોડ નોંધાઈ હતી. આ સાથે કચ્છમાં અત્યાર સુધીની સર્વાધિક સીજીએસટી આવક 2695 કરોડ હાલમાંજ પુર્ણ થયેલા 2022-’23 ના નાણાકીય વ₹ર્ષમાં થઈ હતી.
આજથી ઠીક સાડા પાંચ વર્ષ એટલે કે 69 મહિના પહેલાં કચ્છ કમિશનરેટ અસ્તિત્વમાં આવ્યું હતું. 101 મહિના પહેલા આ આયુક્તની આવ્કા 172.23 કરોડ નોંધાઈ હતી, જેના કરતા માત્ર માર્ચ 2022ની આવક રૂ. 215.69 કરોડ લગભગ 80% વધુ છે. આ વિકાસ દર માર્ચ 2023 ના મહિનાના લગભગ 13% ના અખિલ ભારતીય વિકાસ દર કરતા ઘણો વધારે છે.
કોરોનાકાળ પહેલા માસિક સરેરાશ આવક 2018-19ના નાણાકીય વર્ષ માટે રૂ. 137.32 કરોડ હતી, તે નાણાકીય વર્ષ 2019-20 માટે રૂ. 144.30, 2020-’21 માટે 160.32 કરોડ સુધી પહોંચી છે. 2021-22 માટે રૂ.191.32 કરોડ જે આગળ વધીને લગભગ રૂ. નાણાકીય વર્ષ 2022-23 માટે 225 કરોડ, પાછલા નાણાકીય વર્ષની માસિક સરેરાશ કરતાં 33 કરોડનો ઉછાળા સાથે નાણાકીય વર્ષ 2018-19ની સરખામણીમાં દર મહિને 87 કરોડ વધી જવા પામ્યુ છે.
2022-23 માટે, CGST કચ્છ કમિશનરેટે અત્યાર સુધીની સૌથી વધુ રૂ. 2694.88 કરોડ, જે અગાઉના વર્ષની આવક રૂ. 2295.86 કરોડ થી 17.38%ના હકારાત્મક વૃદ્ધિ દર સાથે 399.02 કરોડ વધ્યુ છે. ઉલ્લેખનીય છે કે 2021-20 ના પાછલા નાણાકીય વર્ષમાં લગભગ 19.5% ના બેક ડ્રોપમાં લગભગ 17.5% નો વિકાસ દર હાંસલ કર્યો હતો અને કચ્છ કમિશનરેટે પણ જીએસટી આવકના અખિલ ભારતીય સરેરાશ વૃદ્ધિ દરને પાંચ ગણો વટાવી દીધો છે.
નોંધનીય છે કે ત્રણ વર્ષના ગાળામાં, નાણાકીય વર્ષ 2019-20ની તુલનામાં નાણાકીય વર્ષ 2021-22માં વૃદ્ધિ દર ચાર ગણો થયો હતો. વધુમાં, નાણાકીય વર્ષ 2019-20 ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2022-23માં સંપૂર્ણ વૃદ્ધિ લગભગ 4.5 ગણી વધી છે.
15 હજારથી વધુ કરદાતાઓમાંથી 12,639એ રીટર્ન ફાઈલ કર્યું
રિટર્ન ફાઇલ કરનારા કરદાતાઓની એકંદર સંખ્યા અને ટકાવારી પણ વધી રહી છે. રિટર્ન કમ્પ્લાયન્સ જે એપ્રિલ-2021માં 53% (12,777 સક્રિય કરદાતાઓમાંથી 6,739 રિટર્ન ફાઈલ) હતું, તે જાન્યુઆરી-2023માં વધીને 81% (15,604 સક્રિય કરદાતાઓમાંથી 12,639 રિટર્ન ફાઈલ) થઈ ગયું છે.વર્ષ વસુલાત ગત વર્ષ વૃદ્ધિ
કરતા વૃદ્ધિ
19-20 1731.64 86.35 5.25%
20-21 1922.61 190.97 11.03%
21-22 2295.86 373.25 19.41%
22-23 2694.88 399.02 17.38%
Leave a Reply