દેશમાં સૌપ્રથમ વાર આ પ્રકારની ડ્રાઈવનું આયોજન
મુંદ્રા સ્થિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની (APSEZ) યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. કંપનીએ LPG કનેક્શનની ફાયર સેફ્ટી ઈન્સ્પેક્શનનો વિક્રમ સર્જ્યો છે. અદાણી હાઉસ ખાતે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા APSEZને ઘરઆંગણે મહત્તમ LPG કનેક્શન ફાયર સેફ્ટી કનેક્શનની તપાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સુરક્ષા ધોરણોને ધ્યાનમાં રાખી અગમચેતી માટે સાવધ કરતી (LPG connection fire safety inspections at the doorstep) આ પ્રકારની ડ્રાઈવ દેશમાં સૌપ્રથમ વાર હાથ ધરવામાં આવી છે.
LPG લીકેજ અથવા આગ લાગવાની ઘટનાને કારણે કોઈ પણ પ્રકારની ઈજા કે જાનહાનિને ટાળવા માટે APSEZ દ્વારા એપ્રિલ-2022માં પહેલ કરવામાં આવી હતી. જેમાં સમુદ્ર ટાઉનશીપ અને શાંતિવન કોલોની સહિતના વિસ્તારોમાં ઘરઆંગણે ફાયર પ્રિવેન્ટિવ અને ઈમરજન્સી રિસ્પોન્સ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. આ ડ્રાઈવમાં કુલ 652 LPG કનેક્શનની 151 માનવ કલાકો(કનેક્શન દીઠ સરેરાશ 14મિનિટ)માં તપાસ પૂરી કરવામાં આવી હતી. ખાસ કરીને ગૃહિણીઓની દરકાર કરતી આ ડ્રાઈવને 25 જાન્યુઆરી 2023ના રોજ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા ચકાસણી બાદ નવાજવામાં આવી છે.
ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ (ગુજરાત)ના નિર્ણાયક નીલિમા છાજેડના હસ્તે આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોર્ટ્સના CEO ડગ્લાસ ચાર્લ્સ સ્મિથ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ફાયર સર્વિસીઝના વડા ડૉ. રાકેશ ચતુર્વેદી APSEZL OHS&F ના શિવરામન એલવીસી, ફાયર સર્વિસીસના એસો. મેનેજર રત્નદિપ ત્રિવેદી સહિત મહાનુભાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભારત સરકારમાં રજીસ્ટર્ડ સંસ્થા ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ સાથે સંલગ્ન અને એશિયન પ્રોટોકોલ ઓફ રેકોર્ડ્સ (APR)નું ચુસ્ત પાલન કરે છે. ઈન્ટરનેશનલ પ્રોટોકોલ ફોર રેકોર્ડ્સ (IPR) અનુસાર તેઓ રેકોર્ડસના પુરાવાઓ સાચવવા અને રેકોર્ડસ સેટ કરવા માટેની માર્ગદર્શિકા બનાવવા જેવી મહત્વની જવાબદારીઓ નિભાવે છે.
Leave a Reply