અદાણી પોર્ટસ મુન્દ્રા દેશના સૌથી મહત્વપૂર્ણ બંદરોમાંનું એક છે. જે ભારતના સૌથી મોટી ખાનગી મલ્ટિ-પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) દ્વારા સંચાલિત છે.અદાણી પોર્ટ્સ મુંદ્રા ભારતમાં કન્ટેનર કાર્ગો હેન્ડલિંગમાં અગ્રણી પોર્ટ તરીકે ઉભરી આવ્યું છે. આ તેની અદ્યતન સુવિધાઓ, કાર્યક્ષમ પ્રણાલી અને વ્યૂહાત્મક સ્થાનને કારણે દેશના વિકાસમાં બોહળો ફાળો રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં અદાણી પોર્ટસ મુન્દ્રા એ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પોર્ટ એ માત્ર 361 દિવસમાં 6.5 મિલિયન TEUs કન્ટેનર કાર્ગો હેન્ડલ કરી બતાવ્યો છે, જે એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે. આ સિદ્ધિ પોર્ટની કાર્યક્ષમતા અને મોટા જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવાની તેની ક્ષમતાનો પુરાવો છે. મુન્દ્રા પોર્ટ આવનારા દિવસોમાં આવા બીજા ઘણા સીમાચિહ્નો હાંસલ કરવા માટે કટિબદ્ધ છે અને ભારતના અર્થતંત્રને વધુને વધુ મજબૂત બનાવાની ભૂમિકા ભજવશે.
અદાણી પોર્ટસ મુન્દ્રાએ માત્ર 361 દિવસમાં 6.5 મિલિયન TEUs કન્ટેનર કાર્ગો હેન્ડલ કર્યો

Leave a Reply