– ૧૬ વર્ષના કિશોરથી માંડી ૮૦ વર્ષિય વૃધ્ધને કોરોના
કચ્છ જિલ્લામાં પણ કોરોનાના કેસો વાધવા માંડયા હોય તેમ આજે નવા ૭ કેસો પોઝિટીવ નોંધાયા છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં કોરોના પગપેસારો કરી રહ્યો છે.
આજે નોંધાયેલા પોઝિટીવ કેસોમાં ગાંધીધામમાં ૩, ભુજમાં ૨ અને રાપર તેમજ અંજારમાં ૧-૧ કેસ નોંધાયા છે. કોરોનાના વધતા કેસોની સિૃથતીને ધ્યાને રાખીને ટેસ્ટીંગ અને ટ્રેકિંગ વાધારવાના ભાગરૃપે આરટી પીસીઆર ટેસ્ટની સંખ્યા વાધારાઈ છે. જેના ભાગરૃપે આજે ૬૫૮ જેટલા ટેસ્ટ કરાયા છે. જે પૈકી ગાંધીધામ શહેરમાં જ ૨૯૦ ટેસ્ટ કરાયા છે. ગાંધીધામમાં વોર્ડ એ માં રહેતા એક જ પરિવારના ૬૦ વર્ષિય મહિલા, ૪૦ વર્ષિય યુવક અને સેક્ટર ૭માં અરિહંત એપાર્ટમેન્ટના ૬૧ વર્ષિય મહિલા દર્દીને કોરોના પોઝિટીવ આવ્યો છે. જયારે ભુજમાં એરપોર્ટ રોડ પર આશાપુરા નગરના મહેશ્વરી વાસના ૬૦ વર્ષિય પુરુષ અને રામકૃષ્ણ કોલોનીના ૬૫ વર્ષિય વૃધૃધ્, અંજારના વરસામેડીમાં ૧૬ વર્ષિય કિશોર અને રાપરના ૮૦ વર્ષીય વૃધૃધને કોરોના થયો છે. કચ્છમાં કુલ પોઝિટીવ કેસનો આંક ૨૮ પહોંચ્યો છે.
Leave a Reply