– સિયોત સીમાવર્તી વિસ્તારમાં ૭૦ દર્દીઓને સારવાર અપાઇ
જી.કે.જનરલ અદાણી હોસ્પિટલ અને ૫૯ બી.એસ.એફ. બટાલિયન દ્વારા લખપત તાલુકાના સિયોત મુકામે સીમાવર્તી વિસ્તારના લોકો માટે સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત નિ:શુલ્ક મેડિકલ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ૭૦ ને તેથી વધુ દર્દીઓને ખાસ કરીને વર્તમાન સંજોગોમાં ખાંસી, તાવ અને શરદી અંગે સારવાર આપવામાં આવી હતી.આ ઉપરાંત હાડકાં અને કાન-નાક અને ગળાના જરૂરિયાતમંદ દર્દીઓની ચકાસણી અને સારવાર કરવામાં આવી હતી.
જી.કે.ના મેડીસિન વિભાગના તબીબ ડો.પાર્થ રાઠવા, કાન – નાક અને ગળાના તબીબ ડો.સર્વિલ નિમાવત અને ઓર્થો વિભાગના ડૉ.અભિષેક રૂપાવટીયા તેમજ નર્સિંગ વિભાગ તરફથી અમિત દવે આ સારવારમાં જોડાયા હતા.
Leave a Reply