અદાણી પોર્ટ મુન્દ્રા દ્વારા રેકોર્ડ બ્રેક ફર્ટિલાઇઝર હેન્ડલિંગ કરવામાં આવ્યું

ફર્ટિલાઇઝર હેન્ડલિંગમાં અદાણી મુન્દ્રા પોર્ટે તાજેતરમાં નવું સીમાચિહ્ન સ્થાપ્યું છે, ચાલુ નાણાકીય વર્ષમાં અભૂતપૂર્વ 5 મિલીયન મેટ્રીક ટન ખાતરનું સફળતાપૂર્વક હેન્ડલિંગ કરીને અદાણી મુંદ્રા પોર્ટે નાણાકીય વર્ષ ૨૦૨૧ના નોંધાવેલ પોતાના 4.45  મિલીયન મેટ્રીક ટનના વિક્રમને વટાવ્યો છે. અદાણી પોર્ટની સિદ્ધિ સમગ્ર ટીમ અને સાથે સંકળાયેલા અન્ય તમામ હિતધારકોની પ્રતિબદ્ધતા અને સમર્પણભાવનો પુરાવો આપે છે. મુન્દ્રા પોર્ટ ઉપરથી અત્યાર સુધીમાં લોડ કરવામાં આવેલ 1,536 રેક (ગુડ્સ ટ્રેન) સિદ્ધિને વધુ નોંધપાત્ર બનાવે છે.

 

વિશ્વ જ્યારે યુદ્ધ, અનિશ્ચિત હવામાન અને કોવિડ મહામારી જેવા રોગચાળાના જોખમોને કારણે ભૂખમરાની વધતી જતી કટોકટીનો સામનો કરી રહ્યું છે એવા સમયમાં વધતીજતી અન્નની કટોકટીને ટાળવા માટે ખેતી માટે ઉપયોગી એવા ખાતરો સરળ અને ત્વરિત રીતે મળી રહે તે અત્યંત મહત્વપૂર્ણ છે. મુન્દ્રા પોર્ટની પરિવહન ક્ષમતા, વૈશ્વિક કક્ષાનું પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર તેને વૈશ્વિક વેપાર અને ફર્ટિલાઇઝર હેન્ડલિંગમાં અગ્રિમ સ્થાને મૂકે છે

 

મુંદ્રા પોર્ટ ડીપ ડ્રાફ્ટ બર્થ અને બહુહેતુક ટર્મિનલની સુવિધા ધરાવતું હોવાથી પોર્ટની કાર્યક્ષમતા વધી જાય છે, જેથી મોટા બલ્ક કેરિયર્સને (મોટા જહાજોને) હેન્ડલ કરવામાં સરળતા રહે છે. કવર્ડ અને ખુલ્લા સ્ટોરેજ ફેસીલીટી લીધે બંદર પ્રચંડ ક્ષમતામાં કાર્ગો હેન્ડલ કરી શકે છે. બંદર પર આયાત નિકાસ થનાર કાર્ગો ઝડપથી પરિવહન કરવા માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટની અંદર અને બહાર કાર્ગોની સરળ અવરજવર પ્રદાન કરે છે. મહાકાય અને ભારેખમ પ્રોજેક્ટ કાર્ગોનું સફળતાપૂર્વક આવાગમન કરવામાં બંદરની કુશળતા તેને સ્પર્ધામાંથી અગ્રિમ રહી અલગ તારવે છે.

 

મુન્દ્રા પોર્ટ ખાતેનું આધુનિક, સ્વયંસંચાલિત અત્યાધુનિક સુવિધા સાથેનું FCC ફર્ટિલાઇઝર કાર્ગો સંકૂલ એ પરિવહન ક્ષેત્રે ઉદ્યોગમાં બેનમુન છે. જે અદ્યતન ટેકનોલોજી અને વિશ્વસ્તરીય સેવા પૂરી પાડીને તમામ ફર્ટિલાઇઝર કંપનીઓને શ્રેષ્ઠ સર્વિસ આપે છે. ખાતરોની વિશાળ માત્રાને સુગમતા પૂર્વક હેન્ડલ કરવા ખાસ એન્જિનિયરિંગથી આ વિશિષ્ટ પ્રકારનું FCC સંકુલ બનાવવામાં આવ્યું છે.

 

સમગ્ર વર્ષ દરમિયાન સતત વૈવિધ્યસભર કાર્ગો હેન્ડલ કરવા માટે પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર સજ્જ છે, કાર્ગો હેન્ડલિંગ અને ડિસ્પેચ સંબંધિત તમામ પ્રવૃત્તિઓ માટે સિંગલ-વિન્ડો સેવા આપવામાં આવે છે. મુંદ્રા પોર્ટ નું અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર જે અલગ અલગ કોમોડિટી માટે વિશિષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવતું હોવાથી કાર્ગોના સુચારું પરિવહન શક્ય બનાવે છે

 

વિશ્વમાં ખાતરોની સમયસર અને કાર્યક્ષમ ડિલિવરી સુનિશ્ચિત કરવામાં  ખાસ કરીને ખાતરોના સંચાલનમાં મુન્દ્રા પોર્ટનો પ્રભાવશાળી રેકોર્ડ તેની શક્તિનો પુરાવો છે, જેણે મુંદ્રાને વૈશ્વિક વેપાર જાળવવામાં અને ખાતરોની અવરજવરને સુનિશ્ચિત કરવામાં અગ્ર સ્થાને મૂક્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: