પર્યાવરણ ,પ્રકૃતિ અને જીવસૃષ્ટિ એકબીજા સાથે અતિસૂક્ષ્મ કડી થી જોડાયેલ છે જેના સંતુલન અને અસ્તિત્વ માટે પૃથ્વી પરના વિવિધ પ્રકારના પ્રદેશો જેવા કે જંગલો ,પર્વતો ,સમુદ્ર ,અને વેટલેન્ડ નું જતન કરવું ખુબ જ જરુરી છે ,જેમાં વેટલેન્ડ ની ખુબ જ મહત્વ ની ભૂમિકા રહેલી છે.
વેટલેન્ડ એટલે પૃથ્વી ઉપર નો એવો વિસ્તાર કે જ્યાં કાયમી કે અમુક સીઝન દરમ્યાન પૂરતું દરિયાનું કે મીઠું પાણી ભરાઈ રહેતું હોય તેવો વિસ્તાર. પૃથ્વી અને પ્રકૃતિ માટે વેટલેન્ડની મહત્વની ભૂમિકા વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિશ્વમાં દરવર્ષે 2જી ફેબ્રુઆરીએ વર્લ્ડ વેટલેન્ડ્સ ડે (World Wetlands Day)ની ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષે મુન્દ્રા પેટ્રોકેમિકલ અને અદાણી ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે Wetlands day ની ઉજવણી wetland restoration અને coastal bio diversity ની થીમ ઉપર કચ્છ ની તમામ બીએડ કોલેજ ના વિધાર્થીઓ માં interCollege પોસ્ટર પ્પ્રેઝન્ટેશન ની સ્પર્ધા દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રંસગે ખાસ મુન્દ્રા પેટ્રોકેમિકલ ના HR -હેડ શ્રી ધર્મેન્દ્ર ભાલાણી સાહેબ ઉપસ્થિ રહ્યા હતા અને તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પર્યાવરણનું જતન અને સંરક્ષણ એ આપણી જવાબદારી છે અને B.ed કોલજ ના વિધાર્થીઓને સંબોધી ને કહ્યું હતું કે શિક્ષક બનવું એક ખાસ જવાબદારી સાથે આવનાર પેઢીના ઘડતર માટેની ઉત્તમ તક છે અને બાળોકોમાં પર્યાવરણના જતન માટે સંવેદનશીલતા બીજ અંકુરિત કરવા અનુરોધ કર્યો હતો.
તેમજ GUIDE (ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી, ભુજ) માંથી Dr. વિજયકુમાર સાહેબ, લાલન કૉલેજ માંથી Dr.પ્રણવ પંડ્યા સાહેબ અને અદાણી પોર્ટના એન્વાયરમેન્ટ ડીપાર્ટમેન્ટના હેડ શ્રી ભાગવત સ્વરૂપ સાહેબે વેટલેન્ડ અને જૈવ વિવિધતાના મહત્વ અંગે ઊંડાણ પુર્વક સમજ આપી હતી, ઉપરાંત પોસ્ટર પ્રેઝન્ટેશન કમ્પિટિશન માં જજ તરીકે સેવા આપી હતી. તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના રિજનલ ઓફિસર શ્રી રાજેશકુમાર પરમાર સાહેબ પણ હાજર રહ્યા હતા.
ગુજરાત CSR હેડ શ્રીમતી પંક્તિબેન શાહે જણાવ્યું હતું B.ed કોલેજના વિધાર્થીઓ ભવિષ્યના શિક્ષકો છે જેમનું યોગદાન ભારતના ભાવિ નાગરિકોના ઘડતર તેમજ દેશ અને દુનિયાના વિકાસ માટે માટે ખુબ જ મહત્તવનું હોઈ એક દૂરદર્શી વિજન સાથે વેટલેન્ડ ડે ની ઉજવણી ખાસ આપની સાથે ઉજવી આવનાર સમયમાં હજાર બાળકો સુધી પર્યાવરણ ના જતન અને સંરક્ષણ માટે પ્રેરણા પુરી પાડવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે B.Ed કોલેજ માંથી ૮૦ થી વધુ વિધાર્થીઓ તેમજ કોલેજના પ્રિન્સિપાલ અને અધ્યાપકો હાજર રહ્યા હતા અને બેસ્ટ ૧૫ પોસ્ટરનું પ્રજન્ટેશન કર્યું હતું ,જેમાં પ્રથમ ત્રણ વિજેતાને ટ્રોફી અને સર્ટિફિકેટે આપી હતી તેમજ અન્ય ભાગ લીધેલ વિધાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. પ્રોગ્રામ પૂર્ણ કર્યા પછી અદાણી પોર્ટ ની વિઝીટ પણ કરાવવામાં આવી હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર અદાણી ફોઉનેશન ટીમે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમ નું સંચાલન રાધુ ગોયલ અને પ્રકાશ મકવાણા કાર્ય હતું.
Leave a Reply