– 1 દિવસમાં નવા 1134 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 7026
દેશમાં કોરોનાના કેસ વધતા લોકોની ચિંતા વધી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1134 નવા કેસ નોંધાયા છે. હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 7,026 છે. સક્રિય કેસનો દર હાલમાં 0.01% છે. સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 662 કોરોના દર્દીઓ પણ સ્વસ્થ થયા છે, આ સાથે કોરોનામાંથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 4,41,60,2794 પર પહોંચી ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં આટલા લોકોએ કોરોના રસીના ડોઝ લીધા
કોરોનાનો રિકવરી રેટ હાલમાં 98.79% છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરાનાના 1,03,831 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, આ સહિત અત્યાર સુધીમાં 92.05 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 220.65 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 7,673 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલની સરખામણીએ આજે કેસોમાં ધરખમ વધારો થયો છે. દેશમાં ગઈકાલે કોરોનાના 699 નવા કેસ નોંધાયા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયે છ રાજ્યોને પત્ર લખી સાવચેતી અંગે પગલા લેવા જાણ કરી
દેશમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય સચિવે થોડા સમય પહેલા મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકને પત્ર લખીને પરીક્ષણ, સારવાર, ટ્રેકિંગ અને રસીકરણ પર ભાર મૂકવા જણાવ્યું છે. છ રાજ્યોને લખેલા તેના પત્રમાં આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે, કેટલાક રાજ્યો એવા છે જ્યાં વધુ સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. કેસોને વધતા રોકવા માટે સાવચેત અભિગમને અનુસરવાની જરૂર છે.
Leave a Reply