– મહિલાના અંડાશય, ફેલો.ટ્યુબ અને પેટમાં પ્રસરેલું પરું વધુ બરબાદી નોતરે એ પહેલાં જ લેપ્રો.ઓપરેશનથી દુર કરાયું
જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં મહિલાના જમણી બાજુના અંડાશય અને ફેલોપિયન નળીમાં ભરાયેલું પરું પેટમાં પ્રસરી જતાં સ્ત્રીરોગ નિષ્ણાતની ટીમ દ્વારા તાબડતોડ લેપ્રોસ્કોપિક સર્જરી કરી ૪૦૦ એમ.એલ. પરું અને ગંદુ પાણી કાઢી લેતાં ગાંધીધામની ૩૫ વર્ષીય મહિલાના શરીરમાં રહેલું ચેપ વધુ બરબાદી નોતરે એ પહેલાં જ દૂર કરી દેતાં કેસને જટિલ બનતા રોકી લીધો.
જી.કે.જન.ના સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ.સુરભી આર્યએ આ સફળ ઓપરેશન બાદ જણાવ્યું હતું કે,ગાંધીધામની નિશાબેન મારવાડીને ત્યાંની એક હોસ્પિટલ મારફતે અત્રે રિફર કરવામાં આવ્યા હતા.અહીં આવ્યા ત્યારે તેમના પેટમાં સખત દર્દ હતું. ૧૦ દિવસથી તાવ આવતો હતો. સોનોગ્રાફીમાં જણાયું કે, પેટ,અંડાશય(ઓવરી) અને ટ્યુબમાં પરું હતું.પેટમાં જમાં થયેલું પરું અંડાશય અને ફેલોપિયન ટ્યુબમાંથી આવતું હતું.સ્થિતિની જટિલતા જોતાં એમ.આર.આઇ. પણ કરાવતાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું.તુરંત ટાંકા વિનાની લેપ્રોસ્કોપિક શસ્ત્રક્રિયા કરી,પ્રથમ ગર્ભાશયને આંતરડાંથી છૂટું કર્યું ઉપરાંત પરુથી સડી ગયેલા અંડાશય અને નળીના ભાગને પણ લેપ્રોસ્કોપિકથી દુર કરાયું.
પુનઃ પરું થાય નહિ તે માટે તમામ કાળજી લઈ સારવાર કરી. ચેપની અગાઉની અસરને પરિણામે શસ્ત્રક્રિયા પછી પણ વોમિટીંગ જેવું જણાતું હતું.આંતરડામાં નબળાઈ જણાતી હતી. આ દુઃખદર્દથી છુટકારો આપવા બહેનને શસ્ત્રક્રિયા બાદ પણ આઇ.સી.યુ.માં સતત આઠ દિવસ રાખ્યા પછી બીજા ચાર દિવસ મળીને કુલ ૧૨ દિન સુધી એન્ટીબાયોટિક સારવાર આપી,સંપૂર્ણ અસરમુકત થાય બાદ જ હોસ્પિટલમાંથી બહેનને રજા આપવામાં આવી હતી. આ ઓપરેશનમાં સ્ત્રીરોગ ડો. તૃપાંગી ચૌધરી, ડૉ.વિન્સી ગાંધી, ડો.હેના મોદી તેમજ એનેસ્થેટીક ડો.જલદીપ પટેલ અને સ્ટાફ નર્સ ઉપરાંત બધર્સ વિગેરેએ સહકાર આપ્યો હતો.
Leave a Reply