શિક્ષણ વિભાગે રાજ્યમાં TET-1 અને TET-2ની પરીક્ષા ની તારીખ કરી જાહેર

– TET-1માં અંદાજે 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે

– TET-2માં અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે

શિક્ષણ વિભાગ દ્વારા TET- 1 અને TET-2ની યોગ્યતા કસોટીની તારીખ જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. રાજ્યની સરકારી શાળામાં ખાલી પડેલી પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવશે. . 

પ્રાથમિક શિક્ષક બનવા માટે TET કસોટી પાસ કરવી ફરજિયાત

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટેની TET-1 અને TET-2માટેની યોગ્યતા કસોટીની તારીખ આજે જાહેર કરવામાં આવી છે. TET-1 અને TET-2 માટે ઓનલાઈન અરજી અન્વયે બંનેની યોગ્યતા કસોટી એપ્રિલમાં યોજવામાં આવશે. TET-1 કસોટી આગામી એપ્રિલની 16મી તારીખના રોજ યોજાશે જ્યારે TET-2 કસોટી આગામી એપ્રિલની 23મી તારીખે યોજાશે. રાજ્યભરમાંથી  TET-1 માટે અંદાજે 87 હજાર અને TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર જેટલા ઉમેદવારો કસોટી આપશે. પ્રાથમિક શિક્ષક બનવા માટે TET-1 અને TET-2 કસોટી પાસ કરવી ફરજિયાત છે. ધોરણ 1થી 5માં શિક્ષકની નોકરી માટે ઉમેદવારોએ TET-1 પરીક્ષા પાસ કરવી પડે છે અને ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે TET-2ની પરીક્ષા પાસ કરવી પડે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: