– કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી- ITC સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (CII-ITC CESD) એ ATLને ‘સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી’ તરીકે પ્રમાણિત કર્યું છે.
– આ પ્રમાણપત્ર ટકાઉપણાને હાંસલ કરવા માટે કંપનીના પ્રયાસોને દર્શાવે છે
– આ ઉપલબ્ધિએ યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ:12 સાથે ATLની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) જે ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કંપની અને વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ છે, તેને ‘સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી’ તરીકે પ્રમાણિત કરવામાં આવી છે. ધી કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી-આઈટીસી સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (CII-ITC CESD), જે ટકાઉપણું હાંસલ કરવા વ્યવસાયિક સમુદાયને સમર્થન આપે છે. દેશના 10 રાજ્યોમાં ફેલાયેલ 37 ઓપરેશનલ સ્થળોએ સિંગલ-યુઝ પ્લાસ્ટિક-ફ્રી કરવાના સફળ સ્વૈચ્છિક અમલીકરણ માટે ATLને પ્રમાણિત કર્યું છે. પ્રમાણપત્ર પૂર્વે કંપનીની સાઇટ્સનું મૂલ્યાંકન અને સહાયક દસ્તાવેજોની પુષ્ટિ કરવામાં આવી છે.
“ઇલેક્ટ્રિક યુટિલિટી કંપનીઓના ESG બેન્ચમાર્કિંગમાં વિશ્વની ટોચની 10 કંપનીઓ”માં સ્થાન મેળવવાના ધ્યેય સાથે, ATL એ ઘણા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા. ATL સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી બને તે સુનિશ્ચિત કરવું, તેમાંને એક પ્રોજેક્ટ હતો. કુલ 37 ATL ઓપરેશનલ સાઇટ્સ એટલે કે, 30 સબસ્ટેશન અને 7 ટ્રાન્સમિશન લાઇન ક્લસ્ટર, સ્ટોર્સ સહિત, “સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી” તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા છે. 22 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2024 સુધી આ પ્રમાણપત્ર માન્ય છે. આ સિદ્ધિએ
યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ:12 સાથે ATLની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે અને તેની ESG વ્યૂહરચના અને કંપની દ્વારા જાહેર કરાયેલા ભૌતિક મુદ્દાઓ માટેના સંકલિત પ્રયાસોને અનુરૂપ છે.
2030 સુધીમાં પ્લાસ્ટિક ફૂટપ્રિન્ટ ઘટાડીને સર્કુલર ઈકોનોમી તરફ સંક્રમણ કરવા માટે ATL દ્વારા આ એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રમાણપત્ર સાથે જ ATL “ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ સર્ટિફિકેશન” મેળવનારી પ્રથમ ભારતીય ઇલેક્ટ્રિકલ યુટિલિટી બની છે. “વોટર પોઝિટિવ સર્ટિફિકેશન,” અને “સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી કંપની”ના સન્માને તેના ગૌરવમાં અભિવૃદ્ધિ કરી છે.
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ વિશે:
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) અદાણી પોર્ટફોલિયોની ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ આર્મ છે. ATL ~18,795 ckm ના સંચિત ટ્રાન્સમિશન નેટવર્ક સાથે દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની છે, જેમાંથી ~15,003 ckm કાર્યરત છે અને ~3,792 ckm બાંધકામના વિવિધ તબક્કામાં છે. ATL મુંબઈ અને મુન્દ્રા SEZ ના 12 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપતો વિતરણ વ્યવસાય પણ ચલાવે છે. આગામી વર્ષોમાં ભારતની ઉર્જાની જરૂરિયાત ચાર ગણી થવાની સાથે, ATL એક મજબૂત અને વિશ્વસનીય પાવર ટ્રાન્સમિશન નેટવર્ક બનાવવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
Leave a Reply