– રાજ્યોને ટેસ્ટ, ટ્રીટ, ટ્રેક, વેક્સિનેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ
– દેશમાં ચાર મહિનાના બાદ કોરોનાના નવા કેસ 754ને પાર, એકિટવ કેસો વધીને 4623 : એકનું મોત થતા કુલ મૃત્યુઆંક વધીને 5,30,790
દેશના છ રાજ્યોમાં કોરોનાના કેસ ફરી એક વખત વધી રહ્યાં છે. આ વાતથી ચિંતિત કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવે છ રાજ્યોને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનામાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો પણ છેલ્લા એક સપ્તાહથી કેસમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે.
આરોગ્ય સચિવે રાજ્ય સરકારોને કોરોનાના વધતા કેસો અંગે ધ્યાન રાખવા જણાવ્યું છે. આ છ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકનો સમાવેશ થાય છે.
કેન્દ્રે આ રાજ્યોને ટેસ્ટ, ટ્રીટ, ચ્રેક, વેક્સિનેશન પર ભાર મૂકવા જણાવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરૂવાર સવારે ચાર મહિનાાના વિરામ પછી એક દિવસમાં ૭૫૪ કેસ નોંધવામાં આવ્યા છે. બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૪૬૨૩ થઇ ગઇ છે. ૧૨ નવેમ્બર, ૨૦૨૨ના રોજ ૭૩૪ કેસ નોંધવામાં આવ્યા હતાં.
કોરોના મહામારી પછી વધુ એક નવા વાયરસે ચિંતા વધારી દીધી છે. દેશના કેટલાક રાજ્યોમાં એચ૩એન૨ વાયરસના સંક્રમિત કેસો સતત વધી રહ્યાં છે. જેના પગલે કેટલાક પગલાં ભરવામાં આવ્યા છે અને સતર્કતા વધારી દેવામાં આવી છે.એચ૩એન૨ના વધતા કેસોને ધ્યાનમાં રાખીને પુડુચેરીમાં ધો. ૧ થી ૮ના બાળકો માટે ૧૦ દિવસ સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે.
દિલ્હીના હોસ્પિટલોમાં પણ એચ૩એન૨ વાયરસના કેસો વધી રહ્યાં છે. એચ૩એન૨ વાયરસથી તાવ, શરદી અને શરીરમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. કેટલાક કેસોમાં ઉધરસ જોવા મળે છે જેના કારણે દર્દી ખૂબ જ નબળો થઇ જાય છે. ઓપીડીમાં આ પ્રકારની ફરિયાદો લઇને આવતા દર્દીઓની સંખ્યામાં ૧૫૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૭૫૪ કેસ નોંધવામાં આવ્યા છે. ચાર મહિના પછી દેશમાં કોરોનાના દૈનિક કેસો ૭૫૪ નોંધવામાં આવ્યા છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ૪૬૨૩ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. આ અગાઉ ૧૨ નવેમ્બર, ૨૦૨૨ના રોજ કોરોનાના ૭૩૪ દૈનિક કેસો નોંધવામાં આવ્યા હતાં. કર્ણાટકમાં વધુ એકનું મોત થતાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૩૦,૭૯૦ થઇ ગયો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા વધીને ૪,૪૬,૯૨,૭૧૦ થઇ ગઇ છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર રાષ્ટ્રવ્યાપી કોવિડ-૧૯ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોનાના વેક્સિનના ૨૨૦.૬૪ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
Leave a Reply