– સગર્ભા અવસ્થા દરમ્યાન માતાઓએ ડાયાબિટીસ અને બી.પી.ની નિયમિત ચકાસણી કરાવતા રહેવું
ગર્ભવતી માતાઓએ તેમની સગર્ભા અવસ્થા દરમિયાન ડાયાબિટીસ અને બી.પી.ની નિયમિત ચકાસણી કરાવી લેવી અને જો આ સમસ્યા હોય તો તેને સામાન્ય ગણવાને બદલે નિયમિત સારવાર લેવાની સલાહ સ્ત્રીરોગ નિષ્ણાત તબીબોએ લખપત તાલુકાના દયાપર મુકામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં યોજાતા પ્રત્યેક કેમ્પમાં માતાઓને આ સલાહ આપવામાં આવે છે.
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલ અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા લખપત તાલુકામાં દયાપર સહિત દર અઠવાડિયે શુક્રવારે તબક્કાવાર જુદા જુદા નિર્ધારિત સ્થળે યોજાતા કેમ્પમાં સ્ત્રીરોગ નિષ્ણાત ડો.નીલમ પટેલે કહ્યું કે, બી.પી.અને ડાયાબિટીસને સામાન્ય ગણવામાં આવે છે.જે પાછળથી માતા અને બાળક બન્ને માટે જટિલતા ઊભી કરે છે.
આવી પરિસથિતિમાં ઘણીવાર ડિલિવરી સમયે ગૂંચવણ તો ઊભી થાય જ છે, પરંતુ ગર્ભમાં રહેલા બાળકને પણ અસર થાય છે. તબીબોની સલાહનું ચુસ્ત પાલન કરવા વિનંતી કરી હતી.
સરહદી વિસ્તારમાં ગર્ભવતી માતાઓ અને બાળકોના આરોગ્ય સંભાળ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપેલા માર્ગદર્શન હેઠળ યોજાતા આ કેમ્પમાં માતાઓ તથા બાળકોની ચકાસણી ઉપરાંત ગત શુક્રવારે દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડીસીન અને રેડીઓલોજીના કુલ્લ ૨૦૩ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.
આ ઉપરાંત ખાવડા સરહદી વિસ્તારમાં પણ પ્રતિ સોમવારે વિવિધ હેલ્થ સેન્ટરમાં આવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
Leave a Reply