– 6.7 અબજ પાઉન્ડની થાપણો અને 5.5 અબજ પાઉન્ડની લોનો ધરાવતા
– SVB-USની તમામ થાપણો બ્રિજ બેંકને ટ્રાન્સફર કરાઈ : બેંકની એસેટ્સ વેચાશે ત્યારે અનઈન્સ્યોર્ડ થાપણો પર સંભવિત ડિવિડન્ડ મળશે
અમેરિકાની સિલિકોન વેલી બેંક(એસવીબી)ના પતન બાદ આ બેંકના ઈંગ્લેન્ડ-યુ.કે.ના એકમ સિલિકોન વેલી બેંક યુ.કે. લિમિટેડને એચએસબીસી હોલ્ડિંગ્સ પ્લેક.ની સબસીડિયરી એચએસબીસી યુ.કે. બેંક પ્લેક. દ્વારા એક પાઉન્ડ એટલે કે રૂ.૯૯માં ખરીદવાનું જાહેર કરાયું છે. એસવીબીના આ યુ.કે. એકમ પાસે ૧૦,માર્ચ ૨૦૨૩ મુજબ ૫.૫ અબજ પાઉન્ડની લોનો અને ૬.૭ અબજ પાઉન્ડ જેટલી થાપણો છે.
આ દરમિયાન બેંકના થાપણદારોને નાણા પરત મેળવવાની ખાતરી સાથે સિલિકોન વેલી બેંક(એસવીબી)ની તમામ વીમો ધરાવતી અને અન્ય થાપણોને યુ.એસ.ના રેગ્યુલેટર ફેડરલ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને(એફડીઆઈસી) બેંકની તમામ થાપણોનવી બ્રિજ બેંકને ટ્રાન્સફર કરવાનું જાહેર કર્યું છે.
એસવીબીના યુ.કે. એકમે ૩૧,ડિસેમ્બર ૨૦૨૨ના અંતના નાણાકીય વર્ષમાં કરવેરા પૂર્વે ૮૮૦ લાખ પાઉન્ડનો નફો કર્યો હતો. આમ એસવીબી યુ.કે.ની ટેન્જિબલ ઈક્વિટી ૧.૪ અબજ પાઉન્ડ જેટલી છે. એચએસબીસીને આ એક્વિઝિશનથી કેટલો ફાયદો થશે એનો અંતિમ અંદાજ આગળ જતાં મળશે. એસવીબી યુ.કે.ની પેરન્ટ કંપનીઓની અસ્કયામતો અને જવાબદારીઓ આ સોદામાંથી બાકાત છે. આ એક્વિઝિશનનો સોદો તાત્કાલિક અમલથી પૂર્ણ કરાયો છે.
એચએસબીસી ગુ્રપના સીઈઓ નોએલ ક્વિન્ને જણાવ્યું હતું કે, આ એક્વિઝિશન યુ.કે.માં અમારા બિઝનેસ માટે વ્યુહાત્મક છે. જે એચએસબીસીની કમર્શિયલ બેકિંગ ફ્રેન્ચાઈઝીમાં સ્થિતિ મજબૂત કરશે અને ટેકનોલજી તેમ જ લાઈફ-સાયન્સ ક્ષેત્રોમાં યુ.કે. અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઈન્નોવેટીવ અને ઝડપીવૃદ્વિ કરતી કંપનીઓને સર્વિસિઝ પૂરી પાડવમાં સક્ષમતામાં વધારો કરશે.
આ દરમિયાન અમેરિકાના એફડીઆઈસી દ્વારા થાપણદારોને તેમના નાણાની ઉપલબ્ધિ સરળ બની રહે એ માટે સિલિકોન વેલી બેંકની તમામ થાપણોને બ્રિજ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આ સાથે બ્રિજ બેંક સિલિકોન વેલી બેંકના રાબેતા મુજબ કામકાજના કલાકોમાં કામ કરશે અને તમામ બેંકિંગ પ્રવૃતિઓ એટીએમ સર્વિસિઝ અને ઓનલાઈન બેંકિંગ ચાલુ રાખશે એવું જાહેર કરાયું છે.
બ્રિજ બેંક, ડિપોઝિટ ઈન્સ્યોરન્સ નેશનલ બેંક ઓફ સાન્તા ક્લેરા(ડીઆઈએનબી) અ૧૩,માર્ચથી જ બિઝનેસ કલાકોની શરૂઆતથી એસવીબીના ગ્રાહકો માટે રાબેતા મુજબ બેંકિંગ કામગીરી શરૂ કર્યાનું જાહેર કરાયું છે. અલબત વીમો નહીં ધરાવતી થાપણોના ફંડ માટે થાપણદારોને તેમના બાકી ફંડ માટે રીસિવરશીપ સર્ટિફિકેટ મળશે એવું એફડીઆઈસીએ જણાવ્યું છે. જે મુજબ સિલિકોન વેલી બેંકની અસ્કયામતોને વેચવામાં આવશે ત્યારે આ બિનવીમાવાળી થાપણોના થાપણદારોને ભવિષ્યમાં ડિવિડન્ડની ચૂકવણી થઈ શકશે.
Leave a Reply