EPFOએ હાયર પેન્શન યોજના માટેની અરજીની અંતિમ તારીખ લંબાવી

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees’ Provident Fund Organisation) એટલે કે ઈપીએફઓ (EFFO) એ પોતાના લાયક સબ્સક્રાઈબર્સને વધુ પેન્શન ઓપ્શન પસંદ કરવાની તક આપી છે. જેના હેઠળ ઈપીએફઓ સબ્સક્રાઈબર્સ 3 મે, 2023 સુધી વધુ પેન્શન મેળવવા માટે અરજી કરી શકે છે. સપ્ટેમ્બર 2014 પહેલા રિટાયર થયેલા કર્મચારીઓ માટે પહેલા આની ડેડલાઈન 3 માર્ચ હતી, જેને વધારી દેવાઈ છે. કર્મચારી પેન્શન યોજના 1995 અંતર્ગત એલિઝિબલ પેન્શનર્સ વધુ પેન્શનની યોજનાનો લાભ લેવા માટે હવે 3 મે સુધી અરજી કરી શકે છે. શ્રમ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં કહ્યુ કે હવે કર્મચારીઓ/નોકરીદાતાઓના સંઘ, ચેરમેનની માગ પર કેન્દ્રીય ટ્રસ્ટી મંડળે આવા કર્મચારીઓ પાસેથી અરજી લેવાની અંતિમ તારીખ વધારીને 3 મે 2023 કરવાનો નિર્ણય કર્યો છે. જેને અંગે ઈપીએફઓએ એક ટ્વીટ પણ કરી છે.

જે બાદ આ ઓપ્શનને સિલેક્ટ કર્યા બાદ EFFO સબ્સક્રાઈબર્સનું પેન્શન વધી જશે. પરંતુ હવે પેન્શનર્સ એ જાણવા ઈચ્છી રહ્યા છે કે હાયર પેન્શન માટે કેવી રીતે અને ક્યાં અરજી કરી શકાશે. 

આ રીતે કરો અરજી 

આ માટે સૌથી પહેલા તમારે e-Sewa portal – https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર વિઝિટ કરવુ પડશે. જ્યાં તમને Pension on Higher Salary: Exercise of Joint Option under para 11(3) and para 11(4) of EPS-1995 on or before 3rd May 2023 પર ક્લિક કરવાનું રહેશે.

હવે તમે આ લિંક પર ક્લિક કરશો તો એક નવુ પેજ ઓપન થઈ જશે. આ નવા પેજ પર તમને બે ઓપ્શન જોવા મળશે, જેમાં બીજુ ઓપ્શન Application form for joint optionsનું છે. અહીં Joint options under erstwhile para 11 (3) and para 11 (4) of EPS 1995 for employees who were in service prior to 1st September 2014 and continued to the in service on or after 01.09.2014 but could not exercise joint option under erstwhile provision to par લખેલુ હશે. તેને સિલેક્ટ કરો.

જે બાદ તમારી સ્ક્રીન પર એક નવુ હોમ પેજ જોવા મળશે. જેની પર તમારે ડાબી બાજુ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. 

હવે તમારે તમારો UAN આધાર નંબર, જન્મ તારીખ અને આધાર સાથે લિંક મોબાઈલ નંબર, કેપ્ચા કોડ નોંધવાનો રહેશે.

તમે આ ફોર્મને ભરી દેશો તે બાદ નીચે તમને ગેટ ઓટીપીનું ઓપ્શન જોવા મળશે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. જે બાદ આધાર સાથે લિંક મોબાઈલ નંબર પર ઓટીપી આવી જશે. આને વેલિડેટ કર્યા બાદ સબમિટ કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે એક સર્ક્યુલરમાં EPFO એ જણાવ્યુ છે કે 31 ઓગસ્ટ 2014 સુધી રિટાયર થઈ ચૂકેલા પેન્શનર્સને આનો લાભ આપવામાં આવશે નહીં જ્યારે 1 સપ્ટેમ્બર 2014 કે તે બાદ ઈપીએસ સાથે જોડાયેલા લોકોને વધુ પેન્શન મેળવવાનો વિકલ્પ આપવામાં આવશે. આ સાથે જ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને કહ્યુ કે આ ઓપ્શન એ કર્મચારીઓ માટે પણ છે, જેમણે ઈપીએસ-95 ના મેમ્બર રહીને ઉચ્ચ પેન્શનનું ઓપ્શન પસંદ કર્યુ હતુ, પરંતુ ઈપીએફઓ તરફથી તેમની એક અરજીનો અસ્વીકાર કરી દેવાયો હતો. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: