– રૂચિરા કંબોજે ગ્લોબલ કાઉન્ટર-ટેરરિઝમ સ્ટ્રેટેજીની 8મી સમીક્ષા માટેના ઠરાવની કરી ચર્ચા
– આતંકવાદી કૃત્યો પાછળના ઉદ્દેશ્યના આધારે આતંકવાદને વર્ગીકૃત કરવાની વૃત્તિ ખતરનાક : રૂચિરા
યુનાઈટેડ નેશન્સમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને બરોબરનો જવાબ સંભળાવ્યો છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ રૂચિરા કંબોજે ગ્લોબલ કાઉન્ટર-ટેરરિઝમ સ્ટ્રેટેજીની 8મી સમીક્ષા માટેના ઠરાવની ચર્ચા કરતી વખતે આતંકવાદ વિશે પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આતંકવાદીઓ માત્ર આતંકવાદીઓ જ હોય છે તેમાં સારા કે ખરાબની વાત હોતી જ નથી. આતંકવાદી ઘટનાઓ પાછળના હેતુના આધારે આતંકવાદીઓને વિભાજિત કરવું અત્યંત ‘ખતરનાક’ છે. તેનાથી વૈશ્વિક સ્તરે આતંકવાદ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનને અસર થશે.
આતંકવાદી કૃત્યો પાછળના ઉદ્દેશ્યના આધારે આતંકવાદને વર્ગીકૃત કરવાની વૃત્તિ ખતરનાક : રૂચિરા
રૂચિરા કંબોજે કહ્યું, “આતંકવાદી કૃત્યો પાછળના ઉદ્દેશ્યના આધારે આતંકવાદને વર્ગીકૃત કરવાની વૃત્તિ ખતરનાક છે. આ સ્વીકૃત સિદ્ધાંતોની વિરુદ્ધ જાય છે કે ‘આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં વખોડવામાં આવે છે અને આતંકવાદના કોઈપણ કૃત્ય માટે કોઈ વાજબી ઠેરવી શકાય નહીં.’
તમામ પ્રકારના આતંકવાદી હુમલા નિંદનીય
રુચિરાએ ભારપૂર્વક કહ્યું હતું કે, તમામ પ્રકારના આતંકવાદી હુમલા, પછી તે ઇસ્લામોફોબિયાના હોય, શીખ વિરોધી, બૌદ્ધ વિરોધી અથવા હિન્દુ વિરોધી પૂર્વગ્રહ નિંદનીય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે નવી પરિભાષાઓ અને ખોટી પ્રાથમિકતાઓ સામે ઉભા થવાની જરૂર છે.
Leave a Reply