રાપર શહેર ખાતે જિલ્લા પંચાયત અનુ.જાતી સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત અનુ.જાતિ, જનજાતિ તેમજ અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓના છાત્ર નિવાસ માટે ખૂબ ઉપયોગી એવી સાર્વજનિક કુમાર છાત્રાલય રાપર મધ્યે રૂપિયા 36 લાખથી વધુ ના ખર્ચે તૈયાર થનાર વિવિધલક્ષી હોલ, કિચન તેમજ સ્ટોર રૂમના ભૂમિપૂજન રાપર વિધાનસભા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન કેસવજીભાઇ રોસિયા, રાપર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હમીરજી સોઢા, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન શ્રી કિશોરભાઈ મહેશ્વરી અને મહાનુભાવો નાં વરદ હસ્તે કરવામાં આવ્યું જેમાં છાત્રાલય ના મુખ્ય સંચાલક ભગુભાઈ, તેમજ સામાજિક આગેવાનો મુરજીભાઈ પરમાર, રામજીભાઈ મૂછડીયા, મેમાભાઈ ચૌહાણ, ધીંગાભાઈ પઢીયાર, ઉકાભાઇ નસાભાઈ,એડવોકેટ હરિભાઈ,રાણાભાઇ પરમાર, પ્રાગપર સરપંચ ભરતભાઈ,આંબાભાઈ મૂછડીયા,રાજેન્દ્ર ભાઈ,બબીબેન સોંલકી,દિલીપ જાદવ, રામજીભાઈ પીરાણા, કમલસિંહ સોઢા, લધુભા વાઘેલા, સહદેવસિંહ જાડેજા, એડવોકેટ મહાવીરસિંહ જાડેજા, કુંદનસિંહ વાઘેલા,રામજીભાઈ સોંલકી,ડોલરરાય ગોર, સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકા, જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ, શહેર ભાજપ નાં હોદેદારો, પદાધિકારીઓ, સદસ્યો સરપંચો,સભ્યો ભારતીય જનતા પાર્ટી નાં રાજકીય,સામાજીક અને શૈક્ષણિક આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમા છાત્રાલય ને આટલી રકમ ફાળવવા બદલ જિલ્લા પંચાયત નો સાર્વજનિક છત્રાલાય ના મુખ્ય સંચાલક ભગુભાઈ અને રાપર તાલુકા પંચાયત ના ન્યાય સમિતિ ના ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી એ આભાર વ્યક્ત કર્યો હતો તો આ તકે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ધ્વરા અહીં ટાંકા માટે ખાસ પોતાની ગ્રાન્ટ માંથી રકમ ફાળવશે તેવી જાહેરાત કરતા ઉપસ્થિત સમાજ ના તમામ આગેવાનો હોદેદારો એ ધારાસભ્ય શ્રી નો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો
રાપર ખાતે સાર્વજનિક કુમાર છાત્રાલય ના નૃતન રૂમો નુ ખાત મુર્હત કરાયું

Leave a Reply