– બે દિવસ બાદ ગરમી ઘટશે : 2થી 3 ડિગ્રી પારો નીચે સરકશે
કચ્છમાં દિવસે ગરમી વધવાની સાથે તાપમાનનો પારો ઉંચકાયો હતો અને જિલ્લા મથક ભુજ 37.0 ડિગ્રીઅે રાજ્યનું સાૈથી ગરમ મથક બની રહ્યું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ હજુ બે દિવસ તાપ યથાવત રહેશે અને ત્યારબાદ બુધવારથી મહત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી નીચે સરકશે.
હવામાન વિભાગે જિલ્લામાં દિવસ અને રાત્રિનું તાપમાન 2થી 3 ડિગ્રી ઉંચકાશે તેવી શનિવારે અાગાહી કરી હતી, જેના પગલે રવિવારે ભુજમાં ગરમી વધી હતી. દિવસે 1.4 ડિગ્રી પારો ઉંચકાવાની સાથે મહત્તમ તાપમાન 37.0 ડિગ્રી, જયારે રાત્રે 1.2 ડિગ્રી તાપમાન ઉંચકાઇને પારો 17.6 ડિગ્રીઅે પહોંચી અાવ્યો હતો. અા સાથે ભુજ દિવસે મહત્તમ તાપમાન સાથે રાજ્યમાં સાૈથી વધુ ગરમ રહ્યું હતું.
કંડલા અેરપોર્ટમાં દિવસે 1.4 ડિગ્રીના વધારા સાથે 35.9 ડિગ્રી અને રાત્રે 2.3 ડિગ્રી પારો ઉંચકાઇને 17.6 ડિગ્રી રહ્યો હતો. નલિયામાં રાત્રિનું તાપમાન 14 ડિગ્રીઅે યથાવત રહ્યો હતો જયારે દિવસે પારો 2.5 ડિગ્રી ઉંચકાઇને 33.7 ડિગ્રીઅે પહોંચતા ગરમી અનુભવાઇ હતી. કંડલા બંદરે રાત્રે 1 ડિગ્રીના વધારા સાથે 18 ડિગ્રી અને દિવસે 2.2 ડિગ્રી પારો ઉંચકાઇને 32.4 ડિગ્રી રહ્યો હતો.
જિલ્લામાં ઝાકળવર્ષા સાથે ધુમ્મસિયો માહોલ યથાવત રહ્યો છે અને રવિવારે સવારે ભુજોડી પંથક તેમજ જિલ્લાના અન્ય િવસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને મોડે સુધી વાહનોની હેડલાઇટ ચાલુ રાખવી પડી હતી. દિવસે ગરમી અને રાત્રે અાંશિક ઠંડક વચ્ચે બેવડી ઋતુ અનુભવાઇ રહી છે.
Leave a Reply