– ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટીએ ગયા વર્ષના૩૫૪ દિવસના પોતાના જ સીમા ચિહ્નને પાછળ છોડ્યું
ભારતની સૌથી મોટી સંકલિત ટ્રાન્સપોર્ટ યુટીલીટી અને વૈવિધ્યસભર ઔદ્યોગિક પ્રકલ્પ અદાણી સમૂહનો એક ભાગ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ માત્ર ૩૨૯ દિવસમાં ૩૦૦ મિલીયન મેટ્રિક ટન કાર્ગોના પરિવહનનો આંક વટાવીને એક નવું સીમાચિહ્ન સ્થા૫વા સાથે ગયા વર્ષના ૩૫૪ દિવસના પોતાના જ.કાર્ગો પરિવહનના જ્વલંત સીમાસ્તંભને વટાવ્યો છે. બે દાયકા પહેલાં કાર્ગો ૫રિવહન ક્ષે્ત્રમાં ૫દાર્પણ કરનાર APSEZએ આરંભથી જ ઉત્તરોત્તર અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવવા સાથે બજારમાં તેનો હિસ્સો ઝડપથી વધારી રહ્યું છે અને સમગ્ર ભારતીય કાર્ગો વોલ્યુમના ક્ષેત્રમાં અગ્રેસર ભૂમિકા જારી રાખી છે.
APSEZના સીઈઓ અને પૂર્ણકાલીન ડાયરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે કાર્ગો વોલ્યુમમાં થયેલો સુધારો એ ગ્રાહકોનો અમારામાં મજબૂત વિશ્વાસનો પુરાવો છે અને તે ગ્રાહકોના સંતોષને બરકરાર રાખી અને તેને હાંસલ કરવા માટે સુધારેલ કાર્યક્ષમતામાં નિરંતર સુધારા અને તકનીકી સંકલનનો ઉપયોગ કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. ખાનગી ક્ષેત્રનું દેશનું અવ્વલ નંબરનું APSEZનું ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટ તેના નજીકના તમામ પ્રતિસ્પર્ધીઓને સરળ માર્જિનથી પાછળ છોડી રહ્યું છે અને વોલ્યુમની દ્રષ્ટિએ પરિવહન કરવામાં આવતા કાર્ગો માટે રાષ્ટ્રનું સૌથી મોટું બંદર બની રહ્યું છે. મુન્દ્રાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વના ધોરણોને પૂર્ણ કરવા સાથે તેના વૈશ્વિક સ્પર્ધકોની સમકક્ષ સેવા પૂૂરી પાડે છે, પરિણામે તે કન્ટેનર માલ માટે ભારતનું પ્રવેશદ્વાર બન્યું છે.
બંદરો પર પરિવહન થતા કાર્ગોના જથ્થામાં વધારો એ દેશની અર્થવ્યવસ્થામાં તેજી આવી રહી હોવાનો સંકેત છે. ભારતમાં લગભગ ૯૫% વેપારી જથ્થાનું પરિવહન દરિયાઈ માર્ગે થાય છે. તેથી, ભારતીય દરિયાકાંઠા માટે વિશ્વ કક્ષાનું મેગા પોર્ટ હોવું એ અનિવાર્ય જરુરિયાત છે. વિવિધ સરકારી સત્તાધિકાર સંસ્થાઓ સાથે થયેલા કન્સેશન એગ્રીમેન્ટ દ્વારા APSEZ એ વ્યૂહાત્મક રીતે ભારતના દરિયા તટ ઉપર ICDs (અંતર્દેશીય કન્ટેનર ડેપો) અને વેરહાઉસીસ સાથે વ્યૂહાત્મક રીતે બંદરોની હારમાળાનું નિર્માણ કર્યું છે જે સ્વ-માલિકીની રેક સાથે જટિલ રીતે વણેલી છે, જે અંતરિયાળ ૭૦% થી વધુને આવરી લે છે.
કાર્યક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે APSEZના કન્ટેનર ટર્મિનલ્સ પર ૪% ની વૃદ્ધિ જોવા મળી છે, જે વૈશ્વિક વેપારમાં તેનો વેપાર હિસ્સો વધારવામાં દેશને મદદરુપ થવા ઉપરાંત ગ્રાહકોને ઓછા ખર્ચે આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોની વિશાળ શ્રેણી સુધી પહોંચવાનો રસ્તો સરળ બનાવે છે. ઉપરાંત મેરીટાઇમ સાથે સંકળાયેલ નીચો લોજિસ્ટિક્સ ખર્ચ ભારતીય વ્યવસાયોને વિશ્વભરમાં માલની નિકાસ કરવાની અનુકૂળતા કરી આપવા ઉપરાંત સ્થાનિક અર્થતંત્રને વેગ આપે છે. આ કામગીરીના પરિણામે ભારતીયોના રોજગારીના દરમાં વધારો થાય છે.
કન્ટેનર લાઇન્સ સાથેની સંલગ્નતા અને સમયસર ડિલીવરી પૂરી પાડવાના સંકલ્પને કારણે APSEZ ટર્મિનલ્સ પર વધુ નવી સેવાઓ ઉપલબ્ધ થઇ છે, જેથી વોલ્યુમમાં વધારો થયો છે. મુન્દ્રા પોર્ટે ચાલુ નાણાકીય વર્ષમાં ૧,૫૦૧ ખાતરની રેક (ટ્રેન) મોકલી હતી જેમાં કુલ ૪.૮ મિલીયન મેટ્રીક ટન કાર્ગો મોકલવામાં આવ્યો હતો. બંદરના ઇતિહાસમાં અત્યાર સુધીનો આ સૌથી વધુ છે. પોર્ટના મિકેનાઇઝ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ પ્લાનિંગને કારણે આ શક્ય બન્યું હોવાથી જહાજોને બંદર પર વધુ રાહ જોવી પડતી નથી આ સગવડના કારણે ખાતર (ફર્ટિલાઇઝર) ઝડપથી મોકલી શકાય છે જેથી ખેડૂતો સુધી ખાતરોની અવિરત ડીલીવરી પહોંચે છે. આ વર્ષે ભારતના વિક્રમી અનાજ ઉત્પાદન અને રશિયા-યુક્રેનના સંઘર્ષને કારણે કૃષિ નિકાસમાં વૃદ્ધિ જોવા મળી હતી જેણે કૃષિ નિકાસ માટેની તકો ખોલી હતી.
મુંદ્રા પોર્ટે રેકોર્ડ RO-RO નિકાસ નોંધાવી છે જેમાં મોટાભાગે કંપનીના ગ્રાહક મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ.ને કારણે ૧૮% નો વધારો થયો છે. ભારતના કેમિકલ હબની નજીક હોવાને કારણે હજીરા રાસાયણિક જથ્થામાં સતત વૃદ્ધિનું સાક્ષી રહ્યું છે. આ વર્ષે તેમાં ૧૬% વૃદ્ધિ જોવા મળી છે.
MSC અને CMA-CGM જેવી વિશ્વની સૌથી મોટી શિપિંગ લાઇન્સ સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને કારણે કન્ટેનર બિઝનેસમાં APSEZનું માર્કેટમાં નેતૃત્વ મજબૂત બન્યું છે. મુન્દ્રા પોર્ટે એકલાએ ૩,૫૦૮ કોમર્શિયલ જહાજોનું સંચાલન કર્યું છે, જે દેશના સૌથી મોટા કન્ટેનર જહાજ APL Raffles અને સૌથી ઊંડા ડ્રાફ્ટ કન્ટેનર જહાજ MSC વોશિંગ્ટનને હોસ્ટ કરે છે.
એક જ શિપમેન્ટમાં મોટી માત્રામાં શિપિંગ ખૂબ લઘુત્તમ દરે થાય છે. ડીપ ડ્રાફ્ટ પોર્ટ્સ (કેપ સાઈઝ વેસલ -સક્ષમ) જાળવવા માટે APSEZ ની અગમચેતી તેના ગ્રાહકોને મોટા જહાજ લાવવા સક્ષમ બનાવે છે, જેનાથી તેમની એકંદર લોજિસ્ટિક્સ કિંમત ઓછી થાય છે. કૃષ્ણપટ્ટનમ બંદરે MV NS HAIRUN જેવા કેપસાઇઝ જહાજને હેન્ડલ કર્યું છે જે ૧૬૫,૧૦૦ MT આયર્ન ઓર વહન કરે છે અને ૧૭.૭૫ મીટરના પ્રસ્થાન ડ્રાફ્ટ ધરાવે છે.
જ્યારે દેશની વીજળીની માંગ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે હતી એ સમયે APSEZ એ ભારતમાં આવતા આયાતી કોલસાના જથ્થાના અચાનક વધારાનું સંચાલન કર્યું હતું. સ્થાનિક કોલસાની આરએસઆર (રેલ-સી-રેલ) હિલચાલના સરકારના વિઝનને અનુરૂપ, APSEZ એ તેના ગંગાવરમ પોર્ટ દ્વારા TANGEDCOને કોસ્ટલ કોલ નિકાસ સોલ્યુશન્સની ઓફર કરી છે. તેવી જ રીતે, તે તેના મોરમુગાવ ટર્મિનલ પર કોસ્ટલ કોલ હેન્ડલિંગની શરૂઆત કરીને NTPCના ખુદગીને કોસ્ટલ કોલસાની લોજિસ્ટિક્સ સંભાળી હતી.
APSEZએ તેની વ્યાપાર કામગીરીને વિસ્તારવા ઉપરાંત ૫ોતાની લાંબાગાળાની પ્રતિબદ્ધતાઓ પણ પૂર્ણ કરી છે. ઉર્જા અને ઉત્સર્જનની તીવ્રતા ૨૦૧૬ના સ્તરેથી લગભગ ૪૧% અને પાણીની તીવ્રતામાં ૫૬% જેટલો ઘટાડો થયો છે. રબર ટાયર્ડ ગેન્ટ્રી ક્રેન્સ (RTGs) અને ક્વે ક્રેન્સનું વીજળીકરણ પૂર્ણ થયું છે અને મોબાઈલ હાર્બર ક્રેન્સનું વીજળીકરણ પ્રગતિમાં છે, જે ૨૦૨૩માં પૂૂર્ણ કરવાનું લક્ષ્ય છે. એન્નોર, કટ્ટુપલ્લી, હજીરા અને મુન્દ્રા ખાતે ડીઝલ આધારિત ઈન્ટરનલ ટ્રાન્સફર વ્હીકલ્સ (આઈટીવી) ને ઇલેક્ટ્રિક આઈટીવીમાં ૫રીવર્તીત કરવામાં આવી રહ્યા છે. ૨૦૨૩ના નાણાકીય વર્ષના ૯ માસમાં વીજળીનો નવીનીકરણીય હિસ્સો લગભગ ૧૩% રહ્યો છે. કેપ્ટિવ ધોરણે ૨૫૦ મેગાવોટ રિન્યુએબલ ક્ષમતા સ્થાપિત કરવાની તેની યોજના સાથે APSEZ ૨૦૨૫ સુધીમાં તેના કાર્બન ન્યુટ્રલ લક્ષ્યની નજીક સરકી રહ્યું છે.
અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અંગેઃ
વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપના હિસ્સારૂપ, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. ૬ વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ અને ક્રિષ્નાપટ્ટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને તામિલનાડુમાં કટ્ટુપલ્લી અને એન્નોર સહિત 12 પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી ૨૪ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્ઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. અમારા પોર્ટસ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે, જે અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના બેઝ સાથે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ (SBTi) ઉપર હસ્તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલના 1.5 સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબધ્ધતા દાખવી છે.
Leave a Reply