– ઓસ્ટ્રેલિયા રેકોર્ડ સાતમી વખત ફાઇનલમાં પહોંચ્યું
– ભારતને ઓસ્ટ્રેલિયા સામે પરાજય મળતા જ ટુર્નામેન્ટની બહાર થઈ હતી
દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાય ગયું છે. ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય મળતા જ ટુર્નામેન્ટની બહાર થઈ છે. ભારતીય ટીમને T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં આ ચોથીવાર હાર મળી હતી.
ઓસ્ટ્રેલિયા રેકોર્ડ સાતમી વખત ફાઇનલમાં પહોંચ્યું
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું T20 વર્લ્ડ કપ જીતવાનું સપનું તુટી ગયું છે. ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં ભારતને પાંચ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ રેકોર્ડ સાતમી વખત ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા ટીમ 2010, 2012, 2014, 2016, 2018, 2020માં પણ ફાઇનલમાં પહોંચી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ 2010, 2012, 2014, 2018 અને 2020માં પણ ચેમ્પિયન બની હતી. આ સાથે જ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ચોથીવાર હારી ગઈ છે. આ પહેલા 2009, 2010, 2018માં પણ ટીમ સેમીફાઈનલમાં હારીને બહાર થઈ ગઈ હતી.
ભારતની નબળી ફિલ્ડિંગ હારનું કારણ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની નબળી ફિલ્ડિંગ ચર્ચાનો વિષય બની હતી. જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 167 રન બનાવી શકી હતી.
Leave a Reply