– દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ નિષ્ફળ પ્રયાસ પછી આજે નવા મેયર મળ્યા
દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનને તેના નવા મેયર મળી ગયા છે. મેયર પદ માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોયની ચૂંટણીમાં જીત થઈ છે. શેલી ઓબેરોયને 150 વોટ મળ્યા છે.
MCDમાં મેયરની ચૂંટણી માટે ચોથી વખત બોલાવવામાં આવેલા ગૃહમાં આજે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. આ દરમિયાન કોઈ વિરોધ કે કોઈ પ્રકારના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ન હતા. મતદાન સવારે 11.30 વાગ્યે શરૂ થયું હતું અને 2 કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું. કુલ 10 નામાંકિત સાંસદો, 14 નામાંકિત ધારાસભ્યો અને દિલ્હીના 250 ચૂંટાયેલા કાઉન્સિલરોમાંથી 241એ મેયરની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસના 9 ચૂંટાયેલા કાઉન્સિલરોએ મેયરની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
શેલી ઓબેરોય દિલ્હીની પટેલ નગર વિધાનસભાના વોર્ડ નંબર 86માંથી કાઉન્સિલર છે. તે પ્રથમ વખત જ કાઉન્સિલર તરીકે ચૂંટાયા છે. શેલી ઓબેરોય માત્ર 269 મતોથી ચૂંટણી જીત્યા હતા. તેમણે પટેલ નગર વિધાનસભાના વોર્ડ નંબર 86માંથી ભાજપના દિપાલી કપૂરને હરાવ્યા હતા.
Leave a Reply