કિશોરના મોઢાનો એક બાજુનો લકવો ફિઝીઓથેરાપી ચિકિત્સાથી ઠીક થયો
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ચહેરાના એક તરફી લકવાની(બેલ્સપાલ્સી) વિકિરણ અને ઇલેક્ટ્રિક તથા મોઢાની ફિઝીઓથેરાપી આપીને ૧૫ દિવસમાં ચહેરો મૂળ સ્થિતિમાં લાવી દેવામાં ફિઝીઓ વિભાગને સફળતા મળી હતી.
જી.કે. જનરલના ફિઝીઓ થેરાપિસ્ટના જણાવ્યા મુજબ ભુજના કિશોરને ચહેરાનો લકવો થઈ જતાં તેણે હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગનો સંપર્ક કર્યો હતો. એ વિભાગની સલાહ અને સૂચના મુજબ ફિઝીઓ વિભાગે કિશોરને ૧૫ દિવસ સુધી ચહેરાની વિવિધ કસરતો અને વિદ્યુત ચિકિત્સા જેવી સારવાર આપી જેથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત થયું હતું.
આ સારવારમાં ચહેરાની અનેકવિધ કસરતો જેમકે, આઈબ્રો, મુસ્કુરાહટ,જડબાની હલન ચલન,હોઠ ખેંચવા,મોઢું ફુલાવવું તેમજ ઇલેક્ટ્રિક સ્ટીમ્યુલેસન,ઇન્ફ્રારેડ રેડિએસન જેવી સારવાર અપાઈ હતી.ફિઝીઓથેરાપિસ્ટ ડૉ. શિવાની શાહ, ડૉ.દિતી ઠક્કર, અને ડો.પૂજા ગોર જોડાયા હતા.
Leave a Reply