ભારતે એકવાર ફરી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ટીમે દિલ્હી ટેસ્ટ 6 વિકેટ સાથે જીતી છે. છેલ્લાં 10 વર્ષથી ભારતમાં જ ટીમને હરાવવી અશક્ય બની ગઇ છે. ટીમ ભારતમાં જ નહીં, પરંતુ વિદેશની ધરતી ઉપર પણ જીતવા લાગી છે.
1 જાન્યુઆરી 2013 પછી આંકડા ઉપર ધ્યાન આપવામાં આવે તો આ દસ વર્ષોમાં ભારતીય ટીમ ભારતમાં જ માત્ર 2 ટેસ્ટ હારી છે, જ્યારે 36માં તેઓ જીત્યા છે. વિદેશી ધરતી ઉપર ટીમે 54માંથી 21 મેચ જીતી છે.
ગાબામાં મળેલી જીત તો યાદ જ હશે…જ્યાં 2 વર્ષ પહેલાં ભારતના યૂથ બ્રિગેડે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવ્યો હતો. ટીમે ઓસ્ટ્રેલિયામાં સતત બીજીવાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. આ પહેલાં વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં 2018માં પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીત્યા હતાં. ઇગ્લેન્ડમાં પણ આપણે સિરીઝ ડ્રો કરાવી. વેસ્ટઇન્ડિઝ, શ્રીલંકા, બાંગ્લાદેશ જઇને પણ આપણી ટીમ જીતી.
આખરે ભારતીય ટીમ ભારતમાં અને વિદેશમાં આટલી ટેસ્ટ મેચ કેવી રીતે જીતવા લાગી? જવાબ છે આપણી બોલિંગ યૂનિટ. પિચ ભલે ગમે તેવી હોય, આપણાં બોલર વિરોધીઓની 20 વિકેટ લેવાની આવડત ધરાવે છે. જરૂર પડે તો તેઓ બેટિંગથી પણ મેચ પલટી શકે છે. હાલની બે ટેસ્ટ મેચમાં જાડેજા, અશ્વિન અને અક્ષરે આવું કરીને પણ બતાવ્યું.
આ સ્ટોરીમાં જાણો આવા જ 6 મેચ વિનર્સ અંગે, તેમની સ્ટ્રેન્થ અને ખાસ હથિયાર શું છે તેના અંગે પણ જાણીએ…
ભારતમાં તો આપણાં સ્પિનર્સ હંમેશાં જીત અપાવતાં જ રહ્યા છે. પહેલાં અનિલ કુંબલે, હરભજન સિંહ અને પ્રજ્ઞાન ઓઝા ટીમને જીતાડતાં હતાં અને હવે આ જવાબદારી રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ જેવા સ્પિન ઓલરાઉન્ડર્સે લીધી છે. તેઓ વિરોધી ટીમના બેટિંગ ઓર્ડરને ધરાશાયી કરી દે છે, પરંતુ જરૂર પડે ત્યારે રન પણ બનાવે છે.
1. રવિન્દ્ર જાડેજા
સ્ટ્રેન્થ- થ્રી ડાયમેન્શન પ્લેયર છે, જેઓ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય વિભાગમાં પોતાનું યોગદાન આપે છે. ફોર્મેટ ભલે કોઈપણ હોય, જાડેજા જરૂરિયાત પડે ત્યારે ટીમના સંકટ મોચક સાબિત થાય છે. તેઓ બોલિંગમાં દુનિયાના કોઈપણ બેટરને આઉટ કરવાની આવડત ધરાવે છે. સાથે જ બેટિંગ કરીને મેચને પલટી પણ શકે છે.
હથિયાર– જાડેજા ડાબા હાથના સ્પિનર છે. તેમનો બોલ ટર્ન પણ થાય છે અને સીધો પણ રહે છે. તેઓ અનેકવાર 100+ની ગતિએ બોલિંગ પણ કરે છે. તેમનું આ વેરિએશન જ તેમને કોઈપણ પરિસ્થિતિમાં વિકેટ અપાવે છે.
2. રવિચંદ્રન અશ્વિન
સ્ટ્રેન્થ– જરૂરિયાત પડે તો રન બનાવે છે. તેમનું વેરિએશન જ તેમની સૌથી મોટી સ્ટ્રેન્થ છે. ભારતને અનેકવાર મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર લાવી ચૂક્યા છે. સાથે જ, દરેક પ્રકારની પિચમાં વિકેટ લઈ શકે છે.
હથિયાર– ઓફ સ્પિન બોલિંગ કરે છે. કૈરમ બોલ અને ટોપ સ્પિનથી બેટર કન્ફ્યૂઝ થઈ જાય છે. અશ્વિન ક્યારેક લેગ સ્પિન પણ કરે છે. તેમની પાસે વેરિએશન્સની કોઈ ખોટ નથી.
3. અક્ષર પટેલ
સ્ટ્રેન્થ– બેટ અને બોલથી કમાલ કે છે, દિલ્હી ટેસ્ટમાં અડધી સદી કરીને ભારતને પહેલાં સેશનમાં એકસમાન લાવ્યાં. મોટા હિટ મારવાની આવડત ધરાવે છે.
હથિયાર– સીધી બોલિંગ કરે છે, જે ખૂબ જ અસરદાર સાબિત થાય છે.
હવે વાત કરીએ ભારતની બહારના વોરિયર્સની…
1. જસપ્રીત બુમરાહ
સ્ટ્રેન્થ– લાઇન અને લેન્થ સટીક છે. સતત 140+ ની બોલિંગ કરે છે. કોઈપણ પિચ ઉપર બેટરની વિકેટ લેવાની ક્ષમતા રાખે છે
હથિયાર– યાર્કર ફેંકવામાં નિષ્ણાત છે. સ્વિંગ સારું કરે છે.
2. મોહમ્મદ શમી
સ્ટ્રેન્થ– લાઇન લેન્થ સાથે સીમ પર બોલ રાખે છે. ગમે ત્યાં વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે. બોલને બંને દિશામાં સ્વિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.
હથિયાર– રિવર્સ સ્વિંગ સારું કરે છે.
3. મોહમ્મદ સિરાજ
સ્ટ્રેન્થ– સિરાજનું અગ્રેશન તેમને અન્ય અન્ય બોલરથી અલગ બનાવે છે. ઝડપી બોલિંગ અને બાઉન્સર ફેંકવામાં માહેર છે. મોટાભાગની વિકેટ વિદેશી ધરતી ઉપર લીધી છે
હથિયાર– વૉબલ સીમ ડિલેવરી કરે છે, જે દરેક બેટરને કન્ફ્યૂઝ કરે છે.
Leave a Reply