છત્તીસગઢના રાજનાંદગાંવમાં એકવાર ફરી મોટી નક્સલી ઘટના સામે આવી છે. નક્સલી હુમલામાં બે જવાન શહીદ થઈ ગયા છે. સમગ્ર મામલો રાજનાંદગાંવ જિલ્લાના બોરતલાવ વિસ્તારનો છે જ્યાં બોરતલાવ નજીક ગોંદિયા મહારાષ્ટ્ર બોર્ડર પર સ્થિત ચેક પોસ્ટ પર ડ્યુટી દરમિયાન અચાનક જંગલમાંથી પહોંચેલા નક્સલીઓએ જવાનો પર ફાયરિંગ કરી દીધુ.
હુમલામાં બે જવાન શહીદ થઈ ગયા છે, જેમાં જવાનોની ઓળખ રાજેશ હવલદાર અને લલિત આરક્ષક તરીકે થઈ છે. ડીએસપી નક્સલ ઓપરેશન અજીત ઓંગરે જણાવ્યુ કે સવારે લગભગ 8 થી 8.30 વાગ્યા નજીક જવાનોને બોરતલાવ વિસ્તારના બોરતલાવ ગોંદિયા બોર્ડર પર મોબાઈલ ચેક પોસ્ટ પર તૈનાત કરાયા હતા. વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યુ હતુ. આ દરમિયાન અચાનક નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. ફાયરિંગમાં બે જવાન શહીદ થઈ ગયા, નક્સલીઓ દ્વારા મોટરસાઈકલને પણ આગના હવાલે કરવામાં આવી છે. આની માહિતી મળતા જ સુરક્ષાદળને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હાલ નક્સલી કેટલી સંખ્યામાં હતા અને ઘટનાક્રમને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો તેની જાણકારી પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે નક્સલી હિંસામાં બે જવાનોની શહાદત પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે નક્સલી હુમલાની ઘટનાની આકરી ટીકા કરી છે તેમજ શહીદોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યુ કે પોલીસ જવાનોની શહાદત વ્યર્થ જવા દેશે નહીં.
પૂર્વ મંત્રી રાજેશ મૂનતે નિશાન સાધ્યુ
ભાજપ નેતા અને પૂર્વ મંત્રી રાજેશ મૂનતે નક્સલી હુમલાને મુદ્દે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર નિશાન સાધ્યુ છે. રાજેશ મૂનતે ટ્વીટમાં લખ્યુ કે નક્સલીઓનો ઉત્પાત ચાલુ છે. રાજનાંદગાંવ બાદ બીજાપુર, ભૈરમગઢમાં પણ એક મુખ્ય રક્ષકની હત્યાની માહિતીથી મન દ્રવી ઉઠે છે. ઈશ્વર જવાનની આત્માને શાંતિ આપે. તેમણે મુખ્યમંત્રીને પ્રશ્ન કર્યો કે હવે તો માનો કે તમે નક્સલવાદીઓનુ પ્રોત્સાહન વધાર્યુ છે.
Leave a Reply