– આ અગાઉની ટર્મમાં પણ પોતાનું પદ ગુમાવવું પડ્યુ હતું
– એક વીડિયોમાં વિવાદિત બાબતોનો ઉલ્લેખ કર્યો હતો
ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તાજેતરના એક વીડિયોમાં તેણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વિશે ઘણી બાબતોનો ખુલાસો કર્યો હતો. આ ખુલાસાને કારણે તેના પર વિવાદ થયો હતો.
આજે સુત્રોમાંથી જાણવા મળ્યું કે ચેતન શર્માએ પોતાનું રાજીનામું BCCI સેક્રેટરી જય શાહને મોકલ્યું હતું. આ રાજીનામાંનો તેમણે તેનો સ્વીકાર કરી લીધો છે. ચેતન શર્મા આ વર્ષની શરુઆતમાં જ ફરીથી BCCIના મુખ્ય પસંદગીકાર બન્યા હતા. આ તેમનો બીજો કાર્યકાળ હતો. આ કાર્યકાળ ફક્ત 40 દિવસમાં પૂરો થયો છે. આ સાથે જ ચેતન શર્મા બંને ટર્મમાં પોતાનું પદ ગુમાવી ચૂક્યા છે. ગત ટર્મમાં BCCIએ T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ સમગ્ર કમિટીને હટાવી દીધી હતી.
ચેતન શર્મા વિવાદોમાં રહ્યા હતા
ભારતીય ક્રિકેટ બોર્ડના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માનો મંગળવારે એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં તે ખેલાડીઓની પસંદગી, પદ્ધતિઓ અને ફિટનેસને લઈને ઘણી બાબતોને હાઈલાઈટ કરી રહ્યા હતા. ચેતન શર્માને વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓ પર પણ આક્ષેપો લગાવ્યા હતા. આ વીડિયોમાં અનેક વિવાદિત વાત કહી હતી જેને પગલે ભારતીય ક્રિકેટમાં ખળભળાટ મચી ગઈ હતી.
Leave a Reply