– ઈલોન મસ્કે ભારતની 2 ઓફિસને માર્યા તાળાં
– માત્ર બેંગલુરુની ઓફિસથી ચલાવવામાં આવશે કામ
કર્મચારીઓને ઘરે બેઠા કામ કરવાનું કહેવામાં આવ્યું છે. કંપનીએ પોતાના તમામ ખર્ચાઓ ઘટાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને કંપનીનો ખર્ચાઓ ઓછા કરી શકાય. અને તેના કારણે હાલમાં તેમણે દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફિસને તાળા મારી દીધા છે.
ટ્વિટરે દુનિયાભરમાથી ઓફિસો ખાલી કરવાનો કર્યો છે નિર્ણય
આ બાબતે ગઈસાલ ઓક્ટોબર – નવેમ્બરમાં જ્યારે ઈલોન મસ્કને ટ્વિટર હસ્તગત કર્યું ત્યારથી કર્મચારીઓની છટણી સહિતના અનેક પ્રકારના ઝડપી નિર્ણયો લઈ રહ્યા છે. આ ઉપરાંત ટ્વિટરની દુનિયાભરની ઓફિસો પણ ખાલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
માત્ર બેંગલુરુની ઓફિસથી ચલાવવામાં આવશે કામ
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટ્વિટરે અત્યારે દિલ્હી અને મુંબઈની ઓફિસો બંધ કરી છે. અને ટ્વિટરનું સંપુર્ણ કામ બેંગલુરુ સ્થિત ઓફિસથી કરવામાં આવશે. જેમા મોટેભાગે એન્જીનિયરો કામ કરી રહ્યા છે. એક જાણકારી મુજબ ટ્વિટરે ગઈ સાલ ભારતમાંથી 200 થી વધારે કર્મચારીઓમાંથી 90 ટકા કર્મચારીઓની છટણી કરી નોકરીમાથી કાઢી મુકવામાં આવ્યા હતા.
Leave a Reply