વિવિધતામાં એકતાના સૂત્રને સાર્થક કરતું અદાણી વિદ્યામંદિર

AVMના કેમ્પસમાં ભારતભરના રાજ્યો મેદાનમાં ઉતાર્યા!

અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિરમાં ભારતવર્ષના વિવિધતામાં એકતાના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું. તાજેતરમાં AVM ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ કળાકૃતિઓ દ્વારા લઘુ ભારતને મેદાનમાં ઉતાર્યું. આ પ્રસંગે ધારાસભ્ય અમિત ઠાકર અને અદાણી એગ્રો, ઓઈલ અને ગેસના ડિરેક્ટર પ્રણવ અદાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

AVMA કેમ્પસમાં નૈતિકતાનું પ્રતિનિધિત્વ કરતી કલ્પનાત્મક કૃતિઓનું અનાવરણ પ્રણવભાઈ અદાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ખાસ વાત એ હતી કે, તમામ બાળ કલાકારોએ ભારતભરના રાજ્યોને પરંપરાગત પોશાક, લોકગીત અને લોકનૃત્ય દ્વારા જીવંત કર્યા હતા. એટલું જ નહીં, ભારતમાં પ્રસ્તાવિત G-20 સમિટનું પણ આબેહૂબ નિરૂપણ કરવામાં આવ્યું, વળી વિવિધ ટેબ્લો વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.

AVMA કેમ્પસમાં બાળકોએ માનવાકૃતિમાં બનાવેલા ભારતના નકશામાં વિવિધતામાં એકતા પ્રતિબિંબિત થતી હતી. એવું લાગતું હતું કે જાણે તમામ રાજ્યો કેમ્પસની ધરતી પર ઉતરી આવ્યા હોય!! ઉપસ્થિત તમામ દર્શકો વિદ્યામંદિરના વિદ્યાર્થીઓની ક્રિએટીવીટી જોઈ અચરજ પામ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા વાઇબ્રન્ટ પરફોર્મન્સથી કાર્યક્રમમાં જાણે સોનામાં સુગંધ ભળી હતી.

આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અને મુખ્ય મહેમાન અમિત ઠાકરે ધ્વજવંદન કરી પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. તેમણે કહ્યું કે “અદાણી વિદ્યામંદિર વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે અદભુત કાર્ય કરી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને ફક્ત પુસ્તકીય  જ્ઞાન  જ નહીં પરંતુ સર્વાંગી વિકાસ માટે તૈયાર કરવામાં આવે છે. તેમણે NCC કેડેટ્સના ગ્રાઉન્ડ ફોર્મેશન દ્વારા G-20 સમિટના સંદેશને વખાણ્યો હતો”. આખાય કાર્યક્રમ દરમિયાન બાળકોનાં ઉત્કૃષ્ટ પ્રદર્શનની તેમણે ભારોભાર પ્રસંશા  કરી હતી.

વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ સંબોધન કરતા પ્રણવભાઈ અદાણીએ જણાવ્યું હતું કે ‘આ શાળામાં અદાણીની ફિલસૂફી ગ્રોથ વીથ ગુડનેસ જોઈ શકાય છે, આ સાચા અર્થમાં વિદ્યામંદિર છે અને આવુ અદભૂત ટેલેન્ટ જોઈ ખુબ જ આનંદ થાય છે, અલબત્ત આ અમદાવાદની શ્રેષ્ઠ શાળાઓમાંની એક છે’ આ પ્રસંગે તેમણે દિલ્હીની પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લેનાર અને NCC કેડેટ્સનું પ્રતિનિધિત્વ કરનાર ખેવના પરમારને તેમજ અદાણી વિદ્યામંદિરના તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવ્યા હતા.   

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: