– ધો.12માં બેે ઝોન અને ધો.10માં ત્રણ ઝોન બનાવાયા વિદ્યાર્થી શાંતિથી પરીક્ષા આપી શકે એ માટે તંત્રની તૈયારી
– પરીક્ષાને આડે ગણતરીના દિવસો બાકી છે
આગામી માર્ચમાં લેવાનારી ધો. ૧૦ અને ૧રની પરીક્ષા નજીક આવી છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સરહદી જિલ્લા કચ્છમાંથી આ વર્ષે ૪૪,૭૪૧ છાત્રો બોર્ડની પરીક્ષા આપશે.
આ અંગે પ્રાપ્ય વિગતો અનુસાર કચ્છ જિલ્લામાં ધો. ૧રની ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા માટે બે ઝોન બનાવવામાં આવ્યા છે જે મુજબ ભુજ ઝોનમાં ૯૧૮૦ વિદ્યાર્થીઓ અને ગાંધીધામ ઝોનમાં ૭૩પ૩ છાત્રો ધો. ૧રની પરીક્ષા આપશે. આમ બંને ઝોન મળી કુલ ૧૬પ૩૩ વિદ્યાર્થીઓ કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી ધો. ૧રની પરીક્ષા આપવા માટે નોંધાયા છે. ધો. ૧ર વિજ્ઞાાન પ્રવાહમાં ભુજ ઝોનમાં ૧ર કેન્દ્રની પાંચ બિલ્ડીંગમાં પ૭ બ્લોક પર ૧૧૪૦ વિદ્યાર્થીઓ જ્યારે સામાન્ય પ્રવાહમાં ૭ કેન્દ્રની ર૪ બિલ્ડીંગમાં ૩૦૬ બ્લોક પર ૯૧૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગાંધીધામના બે કેન્દ્રની ૪ બિલ્ડીંગ પર ૪૪ બ્લોકમાં વિજ્ઞાાન પ્રવાહમાં ૮૮૦ અને સામાન્ય પ્રવાહમાં ૬ કેન્દ્ર પર ૧૯ બિલ્ડીંગમાં ર૪૬ બ્લોક પર ૭,૩પ૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
જ્યારે ધો. ૧૦ની બોર્ડની પરીક્ષા માટે કચ્છ જિલ્લામાં ત્રણ ઝોન બનાવવામાં આવ્યા છે. ભુજ ઝોનના ૧ર કેન્દ્ર પર ૪૧ બિલ્ડીંગમાં ૫૭ બ્લોક ફાળવવામાં આવ્યા છે. જેમાં ૧૦ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગાંધીધામ ઝોનના ૧૩ કેન્દ્રો પર ૪પ બ્લોકમાં ૧૧૭પ૬ છાત્રો અને પશ્ચિમ કચ્છના નખત્રાણા ઝોનના ૧ર કેન્દ્રો પર ર૧૬ બ્લોકમાં ૬૪પર વિદ્યાર્થીઓ મળી કચ્છ જિલ્લામાં કુલ ર૮,ર૦૮ છાત્રો ધો. ૧૦ની પરીક્ષા આપશે.
બોર્ડની પરીક્ષા પારદર્શક રીતે અને ભયમુક્ત વાતાવરણમાં લેવાય તે દિશામાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા આપવા તૈયારીઓમાં વ્યસ્ત બનેલા વિદ્યાર્થીઓને પરીક્ષાને લગતી માહિતી માટે જિલ્લા શિક્ષણ કચેરી ખાતે આજથી બોર્ડ પરીક્ષા સુધી સવારે ૧૦-૩૦થી સાંજે ૬-૧૦ સુધી કંટ્રોલરૂમ કાર્યરત રહેશે.
Leave a Reply