અદાણી ફાઉ. દ્વારા  મુંદ્રામાં પશુધનની સુરક્ષા માટે પશુ આરોગ્ય કેમ્પનું આયોજન  

– 20,000 પશુઓને તંદુરસ્ત અને નિરોગી રાખવા અનોખી પહેલ

અદાણી ફાઉન્ડેશન અને કચ્છ કોપર લિમિટેડના સહયોગથી મુંદ્રામાં પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના દ્વારા પશુઓને રસીકરણ તથા ઉપયોગી સારંવાર કરવામા આવી રહી છે. મુંદ્રા તાલુકાના 2૦,૦૦૦ જેટલા પશુઓને તંદુરસ્ત અને નિરોગી રાખવાના આ પહેલ કરવામાં આવી છે. પશુપાલકોની સુવિધા માટે આ કામગીરી તેમને ઘરઆંગણે જ પૂરી પાડવામાં આવે છે.

પશુધનનું આરોગ્ય અને ઉત્પાદકતા જાળવી રાખવા બિમારી પહેલા જ તેમને રસીકરણ કરવામાં આવે છે. આરોગ્ય કેમ્પમાં કૃમિનાશક દવાઓ, નાના જીવો માટે ડીવર્મિંગ અને ચેપી ગર્ભપાતને અટકાવવા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સ્થાનિકો, પશુપાલકો અને ગ્રામ પંચાયતોનો પુરતો સહયોગ સાંપડી રહ્યો છે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા પશુઓની સારવાર માટે દવાઓ અને વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. જ્યારે જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના પશુ ડોક્ટર્સ સેવા આપી રહ્યા છે. તો કચ્છ કલ્પતરૂ પ્રોડયુસર કંપની, સરહદ ડેરી, સ્થાનિક ગ્રામ પંચાયતો તેમજ ગોવાળ, ગૌસેવા સમિતિના સાથ -સહકારથી અદભૂત કામગીરી ચાલી રહી છે.

મુંદ્રાના સિરાચા, નવીનાળ, ઝરપરા, ધ્રબ, ભુજપુર, મોટી ખાખર વગેરે ગામોના 83૦૦ પશુધનને સારવારની કામગીરી પૂર્ણ કરાઈ છે, જ્યારે બાકીના ગામોમાં આ કામગીરી ચાલુ છે. આરોગ્ય કેમ્પની સાથોસાથ પશુ પોષણ માટે ઉત્તમ ઘાસચારા એન.બી.-૨૧ નું વાવેતર, મિનરલ મિક્ષર અને ચેપી ગર્ભપાત નિવારણની કામગીરી યથાવત્ જારી છે.

કચ્છમાં ખેતી અને પશુપાલન એ મુખ્ય વ્યવસાય છે, આ પહેલથી તેને મજબૂત બનાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા પશુપાલનના મુખ્ય ચાર આધારસ્તંભો પશુ સંવર્ધન,પશુ પોષણ, પશુ આરોગ્ય અને પશુ વ્યવસ્થાપનને મજબૂત બનાવવા ભરસક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વળી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય તે માટે બેઠકો અને ટ્રેનીંગ દ્વારા માર્ગદર્શન કરવામાં આવે છે.

આરોગ્ય અધિકારીઓ, પશુ, ચિકિત્સકો, અદાણી ફાઉન્ડેશનની ટીમ અને સ્થાનિકોના સહયોગથી પશુ આરોગ્ય કેમ્પની સફળ કામગીરી થઈ રહી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: