– પીએમ મોદીએ કહ્યું, હું મુખ્ય અતિથિ છું પણ અહીંનો સાંસદ પણ છું
પીએમ મોદીએ યુપી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં સામેલ મહેમાનોનું સ્વાગત કરતાં કહ્યું કે, યુપી પ્રત્યે મારો વિશેષ પ્રેમ છે. હું જવાબદારીને નિભાવવા માટે આ સમિટનો હિસ્સો બન્યો છું. યુપીની ધરતી તેના સાંસ્કૃતિક વૈભવ માટે વખણાય છે. યુપીની ઓળખ અહીંની કાયદો વ્યવસ્થા છે. આજે યુપીની ઓળખ બહેતર કાયદો વ્યવસ્થા, શાંતિ અને સ્થિરતા છે.
પીએમ મોદીએ કહ્યું, હું મુખ્ય અતિથિ છું પણ અહીંનો સાંસદ પણ છું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણની શરૂઆત કરતા તમામ મુલાકાતીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે હું મુખ્ય અતિથિ છું પરંતુ હું યુપીનો સાંસદ પણ છું, તેથી હું તમારા બધાનું સ્વાગત કરું છું. રાજ્યમાં થયેલા ફેરફારોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે 2017માં રાજ્યમાં સત્તા પરિવર્તન થયા બાદ જ વીજળીથી લઈને કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધીના દરેક ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે. આ ફેરફાર માત્ર છ વર્ષમાં થયો છે. યુપી હવે આખા દેશ માટે આશાનું કેન્દ્ર બની ગયું છે.
હવે સુશાસનમાં યુપીની ઓળખ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે યુપીને પછાત રાજ્ય કહેવામાં આવતું હતું. બધાએ યુપી પાસે કોઈ આશા રાખી ન હતી, પરંતુ છેલ્લા 5-6 વર્ષમાં યુપીએ પોતાની નવી ઓળખ બનાવી છે. હવે યુપી તેના સુશાસન માટે ઓળખાય છે.
પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે યુપીની ઓળખ
બહુ જ ટૂંક સમયમાં યુપી દેશના એક માત્ર એવા રાજ્ય તરીકે ઓળખાશે જે 5 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે, યુપીમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને લઈને સરકારી વિચાર અને અભિગમમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. આજે યુપી એક આશા બની ગયું છે, એક ઉમ્મીદનું કિરણ છે.
Leave a Reply